<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

રાજકોટના કેન્‍સર વોરિયર્સ દ્વારા કલેકટરને પીએમ એવોર્ડ બદલ ભવ્‍ય સન્‍માન કરાયું

રાજકોટઃ કેન્‍સર કેર ફાઉન્‍ડેશનના કેન્‍સર વોરિયર્સે દ્વારા રાજકોટ કલેકટર શ્રી પ્રભવ જોશીનું ફુલ બુકે દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું  આખા ભારતમાં રાજકોટ જીલ્લામાં સરકાર દ્વારા ચલાવવા મા આવતી તમામ યોજનાઓનું પાલન થયું છે અને જેમાં રાજકોટ નો પ્રથમ નંબર આવ્‍યો છે અને વડાપ્રધાન દ્વારા કલેક્‍ટરનું સન્‍માન થયું તે ગૌરવપુર્ણ ક્ષણ બદલ આજે કેન્‍સર વોરીયર્સ બીનાબેન કામદાર દ્વારા ગુલદસ્‍તો બુકે આપીને સન્‍માન કરાયું હતું, તેમજ દિપકભાઇ સોલંકી દ્વારા જાતે બનાવેલા પિકચર્સ, ચિત્રો અને ફોટો ફ્રેમ આપીને અભિનંદન પાઠવ્‍યા હતાં. રાજુભાઈ પરમાર દ્વારા અગરબત્તી જે પોતે જાતે બનાવે છે એ ભેટમાં આપીને ક્રિષ્‍ના નાની દીકરી ઓ દ્વારા ફુલ આપીને સન્‍માન કરાયું હતું.

(3:13 PM IST)