<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

માતાની પાણીઢોળ વિધીના બીજા જ દિવસે પુત્ર પ્રવિણભાઇ માલીનું મોત

મેહુલનગર ભોલેનાથ સોસાયટીનો બનાવઃ અન્‍ય બનાવમાં ગાંધીગ્રામના હિતેષભાઇ લુણીયાતર અને અવરેસ્‍ટ પાર્કના દક્ષાબેન વ્‍યાસના બેભાન હાલતમાં મૃત્‍યુ

રાજકોટ તા. ૨૯: શહેરના સંત કબીર રોડ મેહુલનગર-૨માં આવેલા ભોલેનાથ એપાર્ટમેન્‍ટ-૩૦૨માં રહેતાં પ્રવિણભાઇ વેરશીભાઇ માલી (ઉ.વ.૪૩) નામના યુવાન   સવારે પાંચેક વાગ્‍યે ઘરે એકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્‍યું હતું.

પ્રવિણભાઇ ચાર ભાઇ અને બે બહેનમાં ત્રીજા હતાં. અગાઉ જમીન મકાનનું કામ કરતાં હતાં. હાલમાં કેન્‍સર લાગુ પડયું હોઇ સારવાર હેઠળ હતાં. ગઇકાલે જ તેમના માતા મણીબેન માલીની પાણીઢોળ વિધી હતી. આજે સવારે પ્રવિણભાઇ એકાએક બેભાન થઇ ગયા બાદ મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

બીજા બનાવમાં ગાંધીગ્રામ નાણાવટી ચોક પરમેશ્વર સોસાયટી-૪માં રહેતાં હિતેષભાઇ ભુપતભાઇ લુણીયાતર (ઉ.વ.૪૦) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. તેમને સંતાનમાં એક પુત્રી છે. તે ચાર ભાઇમાં બીજા હતાં અને છુટક કામ કરતાં હતાં. કમળાની બિમારીથી મૃત્‍યુ થયાનું જણાવાયું હતું.

ત્રીજા બનાવમાં કાલાવડ રોડ જડ્ડુસ પાછળ એવરેસ્‍ટ પાર્ક-૨માં રહેતાં દક્ષાબેન કમલેશભાઇ વ્‍યાસ (ઉ.વ.૫૭) રાતે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. બનાવથી પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. ત્રણેય બનાવમાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, ધર્મેન્‍દ્રભાઇ, ભગીરથસિંહ, તોૈફિકભાઇએ બી-ડિવીઝન, ગાંધીગ્રામ, તાલુકા પોલીસને જાણ કરી હતી.

(3:18 PM IST)