<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

હઝરતગેબનશાહ પીર દરગાહ શરીફ ટ્રસ્‍ટ સંચાલિત હોસ્‍પિટલમાં મેડીકલ કેમ્‍પ

પહેલગામ અને રાજકોટ સીટી બસ અકસ્‍માતમાં મૃત્‍યુ પામનારને શ્રધ્‍ધાજંલી અર્પણઃ કેમ્‍પમાં ૩૦૦ દર્દીઓએ લાભ લીધો

રાજકોટઃ કોમી એકતાના પ્રતિક હઝરત ગેબનશાહ પીર દરગાહ શરીફ ખાતે કાર્યરત હઝરત ગેબનશાહ પીર દરગાહ શરીફ ટ્રસ્‍ટ રાજકોટ સંચાલીત મલ્‍ટીસ્‍પેશ્‍યાલીટી હોસ્‍પીટલ ખાતે મેગા મેડીકલ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વિના મુલ્‍યે નિદાન તેમજ દવાઓ ફ્રી આપવામાં આવી હતી. આ કેમ્‍પની શરૂઆત પહેલગામ હુમલા અને રાજકોટ સીટી બસ અકસ્‍માતના મળતકોને ખીરાજે અકીદત (શ્રધ્‍ધાંજલિ) આપી કરવામાં આવી હતી.

આ કેમ્‍પમાં ડો. તેજસ ચોટાઈ (ન્‍યુરોસર્જન), ડો. હિમાંશુ પરમાર (સ્‍પાઇન સર્જન), ડો સંજય સદાતીયા (એમ.ડી.), ડો. યશ ટીલાળા (યુરોલોજીસ્‍ટ), ડો. કળષ્‍ણદાસ રાદડીયા (ઇન્‍ટરવેન્‍શનલ રેડીયોલોજીસ્‍ટ), ડો. ઉમેદ શીંગાળા (એમ.એસ સર્જન) ડો. કુલદીપ પંચોલી. (ઇએનટી), ડો. મોઇન પટ્ટણી (ડેન્‍ટિસ્‍ટ), ડો. શબ્‍બીર હેરંજા (ઓર્થો), ડો. શાહના જીંદાણી (ગાયનેકોલોજીસ્‍ટ), ડો. કલ્‍પેશ બજાનીયા ( ઓર્થોપેડીક), ડો. દાનીયલ ગુલામહોર (જનરલ ફીજીશીયન) એ સેવાઓ આપી હતી.

આ કેમ્‍પને સફળ બનાવવા માટે હઝરત ગેબનશાહ પીર દરગાહ શરીફ ટ્રસ્‍ટના પ્રમુખ યુસુફભાઈ ઈસ્‍માઈલભાઈ દલ સમગ્ર ટ્રસ્‍ટી મંડળ રહીમભાઈ સોરા, તૈયબભાઈ ભાણું, હાજી બસીરભાઇબાપુ બુખારી, હાજી સજરુદીનભાઇ બાદી, અજરુદ્દીનબાપુ કાદરી, મુસ્‍તફાભાઈ કુરેશી, અનવરભાઇ ચાનીયા, ઇબ્રાહીમભાઇ કુરેશી, અહેસાનભાઇ ચૌહાણ, હાજી ફીરોજખાન પઠાણ, વકાર બ્‍લોચ સકલૈની, વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:19 PM IST)