તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
ભારત વિશ્વ મહાસત્તા બને અને ભારતનો જય- વિજય થાય અને દેશ વિરોધી તાકાત સામે લડવાની નરેન્દ્રભાઇ મોદીને શક્તિ આપેઃ જીતુ મહેતા, હરેશ જોષી
પહેલગામની ઘટનાને ધ્યાનમાં રાખી જીતુ મહેતાના નિવાસ સ્થાને સાદગીપૂર્ણ વેદોક્ત મંત્રોચ્ચાર ષોડશોપચાર થી પૂજન અર્ચન

રાજકોટઃ ભગવાન વિષ્ણુના છઠા અવતાર જગતના આરાધ્યદેવના ઇષ્ટદેવ એવા અજરા અમર શ્રી ભગવાન પરશુરામ જી ની આજે જન્મ જયંતી છે આજે સૌરાષ્ટ્ર ભરમાં ભૂદેવો દ્વારા પરશુરામ જન્મ જયંતિની ઉજવણીનો સાદગીપૂર્ણ પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે આજે વહેલી સવારથી સૌરાષ્ટ્રના ગામે ગામ, નગરે નગરે અને મહાનગરોમાં અને તાલુકા કક્ષાએ યજ્ઞ બ્રહ્મભોજન, પરશુરામજીનું પૂજન તેમજ પહેલગામમાં આતંકી હુમલામાં વીરગતિ ને પામેલ મળતાત્માં ઓની શાંતિ અર્થે જપ જેવા કાર્યક્રમો યોજાય રહ્યા છે.
આ અંતર્ગત વધુ માહિતી આપતા જીતુ મહેતા તથા હરેશ જોષી એ જણાવ્યું હતું કે, વર્ષો થી પરશુરામ જયંતીની ઉજવણી કોઈના કોઈ કાર્યક્રમના માધ્યમથી ઉજવવામાં આવતી હોય છે ત્યારે શોભાયાત્રાના પણ આયોજનો કરવામાં આવતા હોય છે ત્યારે આ વર્ષે સાદગી પૂર્ણ ઉજવણી થાય તેવી અપીલો પણ કરવામાં આવી હતી, ત્યારે વર્ષો થી સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજ ના અગ્રણી એવા જીતુભાઈ મહેતાના ઘરે શહેર ના ભૂદેવોની બહોળી સંખ્યામાં પરશુરામનું પૂજન અને બ્રહ્મભોજનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે સાદગીપૂર્ણ ભગવાન પરશુરામ નું પૂજન કરી પ્રાર્થના કરતા જણાવ્યું હતું કે આ દેશ ઋષિ, કળષિ, ગીતા, ગાય, ગાયત્રી અને સંસ્કળતિને માનનારો દેશ છે ત્યારે આ દેશ પર આતંકી હુમલા થાય તેને કોઈ પણ સંજોગોમાં સાંખી લેવાશે નહીં અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતળત્વમાં દેશ આવનારા સમયમાં વિશ્વ મહાસત્તા બને અને દેશ જય વિજય બને અને આતંકવાદ સામે નરેન્દ્રભાઇ મોદીના નેતળત્વ વાળી કેન્દ્રની ભાજપા સરકારને ભગવાન પરશુરામ શક્તિ આપે એજ પ્રાર્થના કરીએ છીએ.(૪૦.૩૧)
રાજકોટ એડવર્ટાઇઝીંગ સર્કલ આયોજીત ડીજીટલ માર્કેટીંગ વર્કશોપ-સર્ટીફીકેટ વિતરણ સમારોહ સંપન્ન
ડીજીટલ અને સોશ્યલ મિડિયાના વિવિધ ક્રેશ કોર્ષ થકી મુલ્યવાન સમજણ અનિશભાઇ પરિખ દ્વારા આપવામાં આવી
રાજકોટઃ અગ્રીમ એડ એજન્સીઝનો સમૂહ- રાજકોટ એડવર્ટાઇઝીંગ સર્કલ પોતાના સભ્યો માટે વિવિધ વ્યવસાયલક્ષી પ્રોગ્રામ દ્વારા એજયુકેશન તેમજ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ ડેવલપ થાય તે માટે પ્રયત્નશીલ રહે છે. આવા જ અભિગમ સાથે રાજકોટ એડવર્ટાઇઝીંગ સર્કલ દ્વારા તેમના સભ્યો માટે એપ્રિલ માસમાં ડીજીટલ માર્કેટીંગ અને સોશ્યલ મિડિયા પર ૧૦ લેકચરની સીરીઝનો એક વર્કશોપ યોજવામાં આવેલો હતો. આ વર્કશોપ, ટ્રેીનીટી યુનિસેપ્ટસવાળા શ્રી અનિશભાઇએ સ્પીકર તરીકે સંભાળ્યો હતો. ડીજીટલ મિડીયાના ટ્રેન્ડસ, ડાયનામીકસ, ક્રિએટીવીટી વિગેરે પર અનેક વિવિધ ઉદાહરણો સાથે વિષય વસ્તુની ઉંડી સમજણ આપી હતી.
રાજકોટ એડવર્ટાઇઝીંગ સર્કલની કોર સમિતી જેમાં સર્વ શ્રી ગિરીશભાઇ ત્રિવેદી (દ્રષ્ટિ કોમ્યુ.), શ્રી જયેશભાઇ સોના (એડેક્ષ એડ) શ્રી નિલેશભાઇ ત્રિવેદી (મનીષ એડ),શ્રી જીતુભાઇ કોઠારી અને મેહુલભાઇ દામાણી (રિઝલ્ટ એડ), શ્રી કમલેશભાઇ પારેખ (સર્જન એડ),શ્રી જલાધીભાઇ ઝવેરી (એપેક્ષ એડ) અને શ્રી નયનેશભાઇ પારેખ( એસેન્ટ એડ) એ ખુબ જ જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આ કાર્યક્રમમાં શ્રી અનિશભાઇ પરિખ (ટ્રીનીટી યુનિસેપ્ટસ)ને એપેક્ષ એડનાં શ્રી તુષારભાઇના હસ્તે તેમજ શ્રી ધર્મેશભાઇ શાહ(કેમ્પેઇન એડ) ને દ્રષ્ટિ એડનાં શ્રી ગિરીશભાઇના હસ્તે વિશેષ આભાર પ્રદર્શીત કરી સન્માયા હતાં. કાર્યક્રમનું સંચાલન શ્રી જયેશભાઇ સોનાએ તેમની રસાળ શૈલીમાં કરેલું કાર્યક્રમ બાદ ડીનર લઇ બધા છુટા પડયા હતા
(3:44 PM IST)










