તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
ઓનલાઇન ફ્રોડમાં નાણા ગુમાવનારા પાંચ લોકોને ગાંધીગ્રામ પોલીસે રકમ પરત અપાવી
ખોવાયેલા પાંચ મોબાઇલ, એક લેપટોપ પણ શોધી અપાયાઃ ‘તેરા તુજકો અર્પણ' હેઠળ પીઆઇ એસ.આર. મેઘાણી, પીએસઆઇ રોહડીયા, એએસઆઇ સલિમભાઇ મકરાણીની ટીમની કામગીરી

રાજકોટઃ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાંએપ્રિલ મહિનામાં ઓનલાઇન ફ્રોડનો ભોગ બનેલા અરજદારોને કુલ રૂા. ૪,૨૦,૧૮૦ની રોકડ ‘તેરા તુજકો અર્પણ' ઝુંબેશ અંતર્ગત પરત અપાવવામાં આવી છે. આ ઉપરાંત ખોવાયેલા, ગૂમ થયેલા પાંચ મોબાઇલ ફોન અને એક લેપટોપ મુળ માલિકને પરત કરાયા છે. ઓનલાઇન ફ્રોડના ભોગ બનેલા લોકોએ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર-૧૯૩૦ પર ફરિયાદ નોંધાવી હતી. એક અરજદારને ગઠીયાએ ભુલથી તમારામાં મારા પૈસા આવી ગયા છે કહી ફ્રોડ કર્યુ હતું. એક અરજદારને ટેલીગ્રામ દ્વારા ટાસ્ક પુરા કરવાનું કહી છેતરી લેવાયા હતાં, એકને શેર બજારની ટીપ્સના નામે અને એકને ગૂગલ સર્ચ એન્જીન પર નંબર સર્ચ કરતાં છેતરપીંડીનો ભોગ બનવુ પડયું હતું. તેમજ ફેસબૂક પર લોનની જાહેરાત જોઇ સંપર્ક કરનારા પણ છેતરાયા હતાં. આ તમામને રકમ પરત અપાવાઇ હતી. જ્યારે પાંચ લોકોને ૭૬૬૯૮ના પાંચ મોબાઇલ ફોન અને એકને ૩૩૪૯૦નું લેપટોટ સીઇઆઇઆર પોર્ટલને આધારે શોધીને પરત અપાયા હતાં. પોલીસ કમિશનર બ્રજેશકુમા ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇની સુચના અંતર્ગત પીઆઇ એસ. આર. મેઘાણી, પીએસઆઇ પી. જી. રોહડીયા, એએસઆઇ એસ. બી. મકરાણી, હેડકોન્સ. સી. એમ. ગોહેલ, કોન્સ. હરેશભાઇ ગોહેલ, રાવતભાઇ મકવાણા અને શૈલેષભાઇ ડાભીએ આ કામગીરી કરી હતી
(3:31 PM IST)










