<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

સૌરાષ્‍ટ્રના સાત રત્‍નોનો વિશ્‍વમાં ઝગમગાટ

ᅠᅠઅનન્‍ય સિધ્‍ધિ પ્રાપ્‍ત કરીને ગીનેશ-લીમ્‍કા બુકમાં સ્‍થાન પ્રાપ્‍ત કર્યા ડો.દીપક શર્મા, નિકુંજ વાગડીયા, મીનુ જસદણવાળા, ડો.હિમાંશુ ઠક્કર, વિશાલ નાગાણી, બીટુ ગાંધી, હરેશ ઝવેરી ‘અકિલા'ની મુલાકાતે

‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ડો.શર્મા, ડો.હિમાંશુ ઠક્કર, વિશાલ નાગાણી, બીરુ ગાંધા, હરીશ ઝવેરી, નિકુંજ વાગડિયા નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ,તા.૨૯: વિવિધ ક્ષેત્રોમાં વિશ્‍વમાં સિધ્‍ધિ મેળવનારી સૌરાષ્‍ટ્રની હસ્‍તિઓ આને ‘અકિલા'ની મુલાકાતે આવી હતી. તેના પરિચયની ઝલક માણીએ.

માનવ એ ઈશ્વરની સર્વોત્તમ રચના છે, પરંતુ કેટલાક જુજ મનુષ્‍યો તો ઈશ્વરે એવા ઘડ્‍યા છે, જે સમગ્ર માનવજાતિ એક ચમત્‍કાર જેવા હોય છે; જેનામાં ઈશ્વરે કોઈ એક એવું અનોખું તત્‍વ મુકેલુ હોય છે, જે પળથ્‍વી પરના તમામ અન્‍ય કરતા તેને જુદુ જ બનાવે છે. ટૂંકમાં આવા લોકો પળથ્‍વી પર ખુબ જ જુજ હોય છે. આવ જ લોકોનાં કાર્યને વિશ્વ કક્ષાએ ગીનેસ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડ અને રાષ્‍ટ્ર કક્ષાએ લિમ્‍કા બુક ઓફ રેકોર્ડઝ પોતાની પ્રતિષ્ઠિત રેકોર્ડ બુકમાં સ્‍થાન આપી તેઓનું બહુમાન કરે છે. સૌરાષ્ટ એ તો સુરા અને ભક્‍તોની ભૂમિ તરીકે ઓળખાય છે. જેનું પાટનગર એટલે રાજકોટ આપણું શહેર. રાજકોટ શહેર માટે ગૌરવ લેવા જેવી વાત એ છે કે અહી એક નહિ પણ અનેક એવા વ્‍યક્‍તિઓ છે, જેઓએ કોઈ વિશિષ્ટ ક્ષેત્રમાં અનોખું ખેડાણ કરી ગીનેસ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડ અને લિમ્‍કા બુક ઓફ રેકોર્ડઝમાં આપણા શહેરનું નામ રોશન કર્યું છે, જે ખરેખર આજના સમયના જવેલ્‍સ ઓફ સૌરાષ્‍ટ્ર છે, જેઓનો જન્‍મ આ રાજકોટમાં થયેલ છે. જેઓના કાર્યનો થોડો પરિચય મેળવીએ. .

૧. ડો. દીપક શમ, જેમને ટાઈમેન તરીકે ઓળખવામાં આવે છે. જેઓ એક પ્રતિષિત રીટાયર્ડ બેંકર છે.

જેઓને ને ટાઈ એકત્રિત કરવાનો અસાધારણ શોખ છે. ૧૬ વર્ષના સમયગાળામાં તેમને ૫૮૦૦ ટાઈનો પ્રભાવશાળી સંગ્રહ કર્યો છે. જેમાં એકપણ ટાઈનું પુનરાવર્તન થયેલ નથી. ૮૮ માં શ્રી અમિતાભ બચ્‍ચન પેહેરેલી વિશેષ ટાઈ પણ તેઓના આ અનોખા સંગ્રહમાં છે. આ ઉપરાંત તેઓનું વિશેષ કૌશલ્‍ય ગણતરીની સેકંડોમાં ટાઈ બાંધી આપવાનું છે, જે ક્ષેત્રમાં તેઓએ વિશ્વના અનેક મહારથીઓને મ્‍હાત આપી છે. આ કૌશલ્‍યના કારણે તેઓનું નામ ગીનેસ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડ, લિમ્‍કા બુક ઓફ રેકોર્ડઝ અને ઇન્‍ડિયા બુક ઓફ રેકોર્ડઝમા KÉ કરવામાં આવ્‍યું છે. તેઓના એક નહી પણ આવા અનેક વિશ્વવિક્રમો છે.

૨. નિકુંજ વાગડિયા, રાજકોટના વિશ્વ પ્રખ્‍યાત મીનીએચર ખાર્ટીસ્‍ટ, આંતરાષ્‍ટ્રીય પતંગવીર, બાળ કેળવણીકાર, એજ્‍યુકેશનલ ટોય રોસર્ચર અને ઇનોવેટર અને બાળ છબીકલાકાર (કોટોગ્રાફર) છે. જેઓએ હઘેળીમાં સમાઈ જાય, તેવડા કદન& આશરે ૩૦૦ ટચુકડા પુસ્‍તકો નરી આંખે લખી; ગીનેસ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડ અને લિમ્‍કા બુક ઓફ રેકોર્ડઝમા નામ ઇર્જ કરાવ્‍યું છે. તેઓ આ ક્ષેત્રે રેકોર્ડ દર્જ કરાવનાર વિશ્વના પ્રથમ વ્‍યક્‍તિ છે. જેમાં તલના દાણા જેવડું વિશ્વનું સુક્ષ્મતમ પુસ્‍તક પણ સમાવિષ્ટ છે ઉપરાંત અંગુઠા જેવડા ÀKના રામાયણ, મહાભારત અને કુરાનનાં પુસ્‍તકો શામેલ છે. અ& ઉપરાંત વિશ્વ આખાયમાં કોઈએ કલ્‍પના પણ ન કરી હોય તેવા નવીનતમ શૈક્ષણીક ઉપકરણોની શોધ કરવા બધ્‍લ તેઓને કેન્‍દ્ર સરકાર દ્વારા ટોયકેથન રાષ્‍ટ્રીય પુરસકાર પ્રાત થયો છે. અ અનોખા ઉપકરણોની પેટન્‍ટ લેવા માટે પણ સરકારશ્રી દ્વારા તેઓને ગ્રાન્‍ટ કાળવવામાં આવેલ છે. તેઓના ઉપકરણ દ્વારા નાસ્‍તો કરવા જેટલા મામુલી ખર્ચમાં આખુય પાઠ્‍યપુસ્‍તક ગણતરીની મીનીટોમાં પ્રેકટીકલી શીખી અને યાદ રાખી શકાય છે. જે આજના સમયનાં શિક્ષણની તાતી જરૂર છે. આ ઉપરાંત ભારત અને ગુજરાત રાજ્‍યમાં બાળ છઇબીકલા ક્ષેત્રે સવિશેષ કાર્ય કરવા બદલ, રાજ્‍ય સરકાર દ્વારા તેઓને ગુજરાતનું પ્રતિષ્‍તિ નાગરિક સન્‍માન ગૌરવ પુરસ્‍કાર એનાયત કરવામાં આવેલ છે.

મીનું જસઘ્‍ણવાલા, મદદ શબ્‍દનું જીવંત ઉદાહરણ એટલે મીનુ જસદણવાલા. જેઓએ સમાજના સહયોગથી આશરે ૫૫૦ જેટલા નિઃસહાય બાળકોને સાઇકલની ભેટ અપાવી શાળાએ જતા કર્યા છે. તેઓ અનેક અબોલા જીવોનું હાલતું પ્ર ચાલતું મદદ કેન્‍દ્ર છે. તેઓ સૌ પ્રથમ એશિયન છે કે જેઓએ ૨૫૦૦ કવિતાઓનો એક વર્ષ જેટલા ટૂંકાગાળામાં મુખપાઠ કરી ઓડીઓ રેકોર્ડીગ કર્યું છે. ભારતમાં લોન્‍ગેસ્‍ટ ગાંધી કથા કરવા માટે, સૌથી મોટા પોસ્‍ટકાર્ડનાં નિર્માણ અને મેરેથોન રીડીંગ કરવા માટે તેઓના અનેક રાષ્‍ટ્રીય વિક્રમો જેમંકે લિમ્‍કા બુક ઓફ રેકોર્ડઝમાં નામ નોંધાયેલ છે. હાલમાં તેઓ મહિલા કોલેજમાં અધ્‍યાપક તરીકે કાર્યરત છે.

ડો. હિંમાંશુ ઠક્કર, રાજકોટનું ગૌરવ અને ઘરેણું છે. વિશ્વ ક્ષેત્રે નાક, કાન અને ગળાના જૂજ સફળ તબીબોમાં તેઓનું નામ માનભેર લેવામાં આવે છે. કારણકે, આ ક્ષેત્રમાં જોવા મળતા દુર્લભ રોગો અને તકલીફો કે જેમાં દર્દાના મળત્‍યુ કે ખોડ-ખાંપણની સંભાવના રહેલી છે. તેવા રોગોની જટિલ સર્જરીઓ સફળપૂર્વક પાર પાડી લાપ્‍ખો દર્દીઓને નવું અને આનંદમય જીવન આપ્‍યું છે. તાજેતરમાં જ તેમણે એક દર્દાના નાકમાંથી દૂરબિન વડે ૮ ૮૫% ૨.૫ ત૦૫ મોટો મસો કાઢી મેડીકલ મારવેલ શ્રેણીમાં લિમ્‍કા બુક ઓફ રેકોર્ડઝમાં પોતાનું નામ ધર્જ કરાવ્‍યું છે. આ ઉપરાંત તેઓએ ઇન્‍ડીયા બુક ઓફ રેકોર્ડઝમાં પણ રેકોર્ડ નોંધાવ્‍યો હતો. જેમાં એક બાળકની શ્વાસનળીમાં સાત વર્ષથી ફસાયેલ પ્‍લાસ્‍ટિકની સિસોટી દુરબિન વડે કાઢી આપવાની સફળ સર્જરી કરી આપી હતી. ડોક્‍ટર એ ભગવાન તુલ્‍ય છે તે ઉક્‍તિ તેઓએ ચરિતાર્થ કરી બતાવી છે. તેમને ઇન્‍ડિયન મેડીકલ એસોસીએશન નેશનલ એવોર્ડ, પ્રાઈડ ઓફ સૌરાષ્‍ટ્ર એવોર્ડ, બેસ્‍ટ ઇન્‍ટરનેશનલ પર્સનાલીટી એવોર્ડ પણ મળી ચુકયા છે.

વિશાલ નાગાણી, ગાણિતિક ગણતરીઓમાં &Ð ને પણ હંફાવી દેતો માનવી એટલે આપણા રાજકોટનો વિશાલ નાગાણી. જે એક થી સો કરોડ સુધીના કોઇપણ ગુણાકાર કમ્‍પ્‍યુટર ગણી આપે તે પહેલા, તમને મોઢે જ કરી આપે છે !! શીખવાનું યાદ નથી રહેતું તેવી ડરિયાદ કરનારાઓ માટે વિશાલ ભાઈ મળવા, શીખવા અને માણવા જેવા પ્રેરક વ્‍યક્‍તિ છે. જે હ્યુમન કેલ્‍કયુલેટર તરીકે ઓળખાય છે. તેઓએ પોતાનાં આ અદ્ભુત કૌશલ્‍ય દ્વારા લિમ્‍કા બુક ઓફ રેકોર્ડઝ અને ઇન્‍ડિયા બુક ઓફ રેકોર્ડઝમા નામ KÉ કરાવ્‍યું છે.

બીટુ ગાંધીના હાડકાં મેડીકલ મિસ્‍ટ્રી જેવા છે. જેઓ પોતાનો પંજો કોઈપણ વિશેષ પ્રયત્‍ન કે તકલીફ વિના ૧૮૦ અંશના ખૂણે પગ વાળી ઉલટા પગે આગળ અને પાઇળ ચાલવા જેવા વિરલ કૌશલ્‍યનો સમાવેશ થાય છે.

આ અંતર્ગત પગને ૧૮૦ અંશના ખૂણે વાળી ૨૦૮૫ પગલા ઉલટા ચાલવા માટે તેઓનો નામે લિમ્‍કા બુક ઓફ રેકોર્ડઝમાં અને ઇન્‍ડિયા બુક ઓફ રેકોર્ડઝમાં રાષ્‍ટ્રીય વિક્રમ દર્જ થયેલ છે. તો વળી, અમેરિકાની પ્રતિછિત રીપ્‍લીઝ બીલીવ ઇટ ઓર નોટ સંસ્‍થા દ્વારા વિશ્વ કક્ષા એ તેઓની સિછિ પ્રકાશિત કરવામાં આવી છે.

હરેશ ઝવેરી એ ગોલ્‍ડ એન્‍ડ ડાયમંડના વ્‍યવસાય સાથે સંકળાયેલ વેપારી છે.પરંતુ સ્‍વસ્‍થ રહેવું, પ્રકળતિના અને કુદરતના ખોળે રહેવું તેઓનો આગવો શોખ છે. તેઓ ફુરસધ્‍ના સમયમાં બાઈકિંગ, સાઈકલીંગ, સ્‍વીમીંગ અને ટ્રેકિંગ જેવો અનોખો શોખ ધરાવે છે. કાશ્‍મીરના લેહ - લદાખ વિસ્‍તારના સૌથી દુર્ગમ અને વિશ્વમાં સૌથી ઉચા કહેવાતા ૧૮,૩૮૦ ફૂટ ઊચા દુર્ગમ રસ્‍તા પર બાઈક દ્રારા જવાનો તેઓનો ગ્રુપ રેકોર્ડ લિમ્‍કા બુક ઓફ રેકોર્ડઝમાં નોમીનેટ થયેલ છે.

(3:34 PM IST)