<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

હરો ફરો અને મોજ કરો...૪૪ દિવસ અનલિમિટેડ ફનઃ અટલ સરોવર ખાતે વેકેશન મેળાનો રંગેચંગે પ્રારંભ

જંગલ પાર્કની વિશેષ થીમ આધારિત વેકેશન મેળામાં બાળકો માટે વિવિધ રાઈડ્‍સ તેમજ મહિલાઓ માટે ૨૦૦થી વધુ વિવિધ વેરાયટીના સ્‍ટોલ

રાજકોટઃ રૈયા વિસ્‍તારમાં અટલ સરોવર નિર્માણ કરવામાં આવ્‍યું છે. અટલ સરોવરથી રાજકોટ શહેરના અને આજુબાજુના વિસ્‍તારના લોકોને ફરવા અને મનોરંજન માટે નવું સ્‍થળ તો મળ્‍યું છે અને સાથે સાથે આ વેકેશનમાં મનોરંજનમાં વધુ એક ઉમેરો થયો છે. કેમ કે પ્રથમ વાર રાજકોટના અટલ સરોવળ ખાતે વેકેશન મેળાનું આયોજન કરવામાં આવ્‍યું છે. મેળાની વિશેષ વાત કરીએ તો જંગલ પાર્કની થીમ લોકોનું મન મોહી લેશે અને બાળકોને જલસો પડી જશે.

રાજકોટ જ નહિ સમગ્ર સૌરાષ્‍ટ્રવાસીઓ વેકેશનનો આનંદ માણવા બાળકોને લઇને બહારગામ નીકળી પડતા હોય છે ત્‍યારે આ વર્ષે ખાસ અટલ સરોવર ખાતે વેકેશન મેળાનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. પ્રથમ વાર અટલ સરોવર ખાતે ૪૪ દિવસના મેળાનો પ્રારંભ રંગેચંગે થયો છે. ૨૭ એપ્રિલથી શરૂ થયેલ આ મેળાનો લાભ રાજકોટના જ નહિ પરંતુ ગુજરાતભરના લોકો ૮ જૂન સુધી માણી શકશે. મેળાનો સમય બપોરે ૪ થી રાત્રીના ૧૧ વાગ્‍યા સુધીનો રહેશે. આ મેળાનું ઉદ્દઘાટન શહેર રાજકોટ પ્રમુખ ડો.માધવ દવે, પૂર્વ પ્રમુખ મુકેશ દોશી, દંડક પક્ષના નેતા મનીષભાઈ રાડિયા, સાંસ્‍કળતિક વિભાગના ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા, શહેર ભાજપ મહામંત્રી વિરેન્‍દસિંહ ઝાલા તેમજ યશપાલસિંહ જાડેજા, ચંદુભા પરમાર, રવિરાજસિંહ જાડેજા, વિજયસિંહ ઝાલા, રવિરાજસિંહ ઝાલા અને દિવ્‍યરાજસિંહ જાડેજા સહિતનાઓ હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.

મેળાની વિશેષતાની વાત કરીએ તો બધા જ પ્રકારના સેંગમેન્‍ટમાં સ્‍ટોલને આવરી લેવાયા છે. ખાસ તો બાળકો માટે અવનવી રાઇડ્‍સ અને તેમજ ફૂડ સ્‍ટોલ તો ખરા જ. આ ઉપરાંત બાળકો માટે રાઇડ્‍સ અને જમ્‍પિંગ અને ઘણુ બધું છે. આ સિવાય ૨૦૦થી વધુ પ્રોડક્‍ટસના સ્‍ટોલ જેમા મહિલાઓ માટે ખાસ રેડીમેટ કુર્તી, રાજસ્‍થાની મોજડી, બીજી અવનવી પછી આઇટમ તેમજ એફ. એમ. સી. જી., ગિફ્‌ટ આર્ટિકલ, પરગણું ની વસ્‍તુઓ, હેલ્‍થ, ફિટનેસ તેમજ ફુડ સ્‍ટોલ, આઈસ્‍ક્રીમ, અવનવી વેરાયટી સાથે ખાણી પીણી અને અન્‍ય બીજી ઘણી પ્રકારની સેવાઓ ઉપલબ્‍ધ છે. કળષ્‍ણસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા અને સાગર ઠક્કરની ટિમ દ્વારા  યાદીના અંતમાં જણાવાયું છે.

(2:09 PM IST)