<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

રાજકોટ રેલ્‍વે સ્‍ટેશન ઉપર ગેરકાયદે ઘુસણખોરી સંદર્ભે સરપ્રાઇઝ ચેકીંગ

રાજકોટઃ તાજેતરમાં કાશ્‍મીરમાં થયેલા હુમલા બાદ દેશમાં ગેરકાયદે વસતા બાંગ્‍લાદેશીઓને પાકિસ્‍તાનીઓને શોધી કાઢવા માટે ઠેર-ઠેર પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહયા છે. અમદાવાદ અને જુનાગઢમાં તો મેગા ડીમોલેશન પણ આ અભિયાન અંતર્ગત હાથ ધરવામાં આવ્‍યા છે. ત્‍યારે રાજકોટ સાથે ટ્રેન વ્‍યવહારથી જોડાયેલી યુપી, બિહાર, પヘમિ બંગાળ સહિતની ટ્રેનોમાં આવતા પ્રવાસીઓ સંદર્ભે જીઆરપી અને આરપીએફ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી સરપ્રાઇઝ ચેકીગ હાથ ધરવામાં આવે છે. તસ્‍વીરમાં આજે રાજકોટ રેલ્‍વે સ્‍ટેશનના પ્‍લેટફોર્મ ઉપર સ્‍નીફર ડોગ સાથે આરપીએફ દ્વારા ગેરકાયદે ઘુસણખોરી કે સંદિગ્‍ધ પદાર્થો સંદર્ભે ચેકીંગ થઇ રહેલું નજરે પડે છે. (ફોટોઃ અભિજીત બગથરીયા)

(2:45 PM IST)