News of Wednesday, 30th April 2025
વોર્ડ નં. ૧૮ના જય પાર્ક અને સન પાર્કમાં ડામર કામનો પ્રારંભઃ ખાતમુહૂર્ત

રાજકોટઃ મહાનગરપાલિકા વોર્ડ નં. ૧૮માં આવેલ જય પાર્ક અને સન પાર્કમાં ડામર કામનો શુભારંભ વોર્ડ નં. ૧૮ ના કોર્પોરેટરશ્રીઓ દ્વારા કરાવવામાં આવેલ. આ શુભારંભ કાર્યક્રમમાં કોર્પોરેટર સંજયસિંહ રાણા, સંદીપભાઇ ગાજીપરા, દક્ષાબેન વાઘેલા, ભારતીબેન પરસાણા, વોર્ડ પ્રભારી ગેલાભાઇ રબારી, વોર્ડ પ્રમુખ અનિલભાઇ દોંગા, વોર્ડ મહાંત્રી મુન્નાભાઇ જોગરાણા, મીતેશભાઇ બોરીચા, કાળભાળ ઠુંમર, નિલેશભાઇ મુંગરા, હિમાંશુભાઇ રાજયગુરૂ, યોગેન્દ્રસિંહ રાણા, ધર્મેશભાઇ કિહોર, બાબુભાઇ સખીયા, પંકજભાઇ દોંગા, નવનીતભાઇ ધડુક, બાબુભાઇ મકવાણા, નિલેશભાઇ ગજેરા, સંસ્કાર પટેલ, માલતીબેન ચાવડા, વર્ષાબેન સભાયા, સોનલબેન સોમૈયા, ભારતીબેન ગજેરા, ઊર્મિલાબેન ગોંડલિયા વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.
(3:01 PM IST)










