<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

ગાંધીગ્રામ લાભદીપ પાસે આવાસમાં ભાવનાબેનનું હાર્ટએટેકથી મૃત્‍યુ

ઘરે બેભાન થઇ જતાં હોસ્‍પિટલમાં દમ તોડયો

રાજકોટ તા. ૩૦: હૃદય રોગના હુમલાથી વધુ એક મૃત્‍યુ થયું છે. ગાંધીગ્રામ રામાપીર ચોકડી પાસે લાભદિપ સોસાયટી પાસેના આવાસ યોજના ક્‍વાર્ટરમાં રહેતાં  ભાવનાબેન રતિલાલ કારેથા (ઉ.વ.૪૬) નામના મહિલા ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

ભાવનાબેનને સંતાનમાં એક પુત્રી છે. પતિ મંડપ સર્વિસમાં નોકરી કરવા સાથે રિક્ષાના ફેરા કરે છે. ભાવનાબેનને હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી. (૧૪.૯)

(3:13 PM IST)