<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

નિર્મલા રોડના પરના બિલ્‍ડીંગમાં નેપાળી ચોકીદાર ચક્રકાલુનો ફાંસો ખાઇ આપઘાત

રાજકોટ તા. ૩૦: આત્‍મહત્‍યાના વધુ એક બનાવમાં નેપાળી ચોકીદાર પ્રોૈઢે જિંદગી ટુંકાવી લીધી હતી. નિર્મલા રોડના એપાર્ટમેન્‍ટમાં ચોકીદારની રૂમમાં આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ નિર્મલા રોડ શેરી નં. ૧માં સુવર્ણ બિલ્‍ડીંગમાં ચોકીદારના રૂમમાં રહેતાં અને ચોકીદારી કરતાં મુળ નેપાળના ચક્રકાલુ કામીકાલુ નેપાળી (ઉ.વ.૫૧)એ એંગલમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારજનોમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. આપઘાત કરનાર પ્રોૈઢ ત્રણ બહેન અને છ ભાઇમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. કારણ બહાર ન આવતાં  હેડકોન્‍સ. મિહીરસિંહ બારડે તપાસ યથાવત રાખી હતી.

(3:14 PM IST)