<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

રાજકોટની પૂજાએ બેંગ્‍લોર મામાના ઘરે ઝેરી દવા પીધીઃ સારવારમાં મોત

રાજકોટ ખસેડાયા બાદ દમ તોડયોઃ ત્રણ ભાઇની એક જ બહેન હતી

રાજકોટ તા. ૩૦: શહેરના સાધુ વાસવાણી રોડ પર જનકપુરી સોસાયટીમાં પિતા-પરિવાર સાથે રહેતી નેપાળી યુવતિએ બેંગ્‍લોરમાં પોતાના મામાના ઘરે હતી ત્‍યારે ઝેરી દવા પી લેતાં ત્‍યાં સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ આજે મૃત્‍યુ થતાં પરિવારમાં  ગમગીની વ્‍યાપી ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ સાધુ વાસવાણી રોડ પર જનકપુરી સોસાયટીમાં સિક્‍યુરીટી રૂમમાં પરિવાર સાથે રહેતાં સંજયભાઇ સાઉદ (નેપાળી)ની દિકરી પૂજાકુમારી (ઉ.વ.૧૮)એ બેંગ્‍લોરમાં બલગેરી રોડ વર્તુલ શોપીંગ સેન્‍ટર ઉપર ફલેટ નં. ૩૦૨માં પોતાના મામાના ઘરે હતી ત્‍યારે૨૪/૪ના રોજ ઝેરી દવા પી લેતાં બેંગ્‍લોર વિક્‍ટોરીયા હોસ્‍પિટલમાં સારવાર અપાવી વધુ સારાવર માટે રાજકોટ ખસેડાઇ હતી. અહિ મૃતદેહ જ પહોંચ્‍યાનું જાહેર થતાં પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર પૂજાકુમારી ત્રણ ભાઇ અને એક બહેનમાં નાની હતી. તેણીના પિતા સોસાયટીમાં ચોકીદારી કરે છે. પૂજાકુમારી બેંગ્‍લોરમાં ઘરકામ કરવા માટે ગઇ હતી અને મામા સાથે રહેતી હતી. તેણીના કોઇ ફેસબૂક ફ્રેન્‍ડે એકાદ દિવસ વાત ન કરતાં કદાચ માઠુ લાગી જતાં પગલુ ભર્યાની શક્‍યતા જણાવાઇ હતી.  એકની એક દિકરીના મોતથી પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

(3:14 PM IST)