News of Wednesday, 30th April 2025
રાજકોટની ડી એચ કોલેજ રજીસ્ટર કચેરીમાં દસ્તાવેજો અટકતા હોબાળો

રાજકોટ, તા., ૩૦ : રાજકોટની ડી. એચ. કોલેજ રજીસ્ટર કચેરીમાં બીએસએનએલની કનેક્ટિવિટી નહિ હોવાથી હોબાળો મચી ગયો હતો અને વકીલો, ત્રાહિમામ પોકારી ગયા હતા.
જે એડવોકેટ મિત્રોને આજે ઝોન/૫ નાનામવામાં દસ્તાવેજ કરવાના હોય તેમના માટે ઝોન/૮ ખાતે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવેલ છે. તો તમામ લોકોને ત્યાં દસ્તાવેજ માટે જવું. તેવીજ રીતે ઝોન/૬ અને ઝોન/૭ની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે જે તમામ વકીલ મિત્રોએ નોંધ લેવી. આ અંગે રેવન્યુ બાર એસોસિયેશનના પ્રમુખ રમેશભાઇ કથીરીયા વિજય તોગડીયાએ તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી.
(3:41 PM IST)










