<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

શિતલપાર્કમાં રસ્‍તો ખોદાયા બાદ બુરાયો નહીઃ ફરિયાદ બાદ શાસકો દોડયાઃ નોટીસ અપાશે

લાંબા સમયથી વિસ્‍તારવાસીઓ પરેશાનઃ એજન્‍સીને નોટીસ ફટકારી કામ પુરૂ કરાવાશે

રાજકોટ તા.૩૦: શહેરમાં ઠેર-ઠેર પાઇપલાઇન અને વાયર બીછાવવાનું ચાલુ છે, ત્‍યારે જગ્‍યાએ-જગ્‍યાએ ખોદકામ કરવામાં આવી રહયું છે. જે અન્‍વયે કામ પ્રત્‍યે તેને બુરી અને ફરી દુરસ્‍ત પણ કરી આપવામાં આવે છે.

દરમિયાન શહેરના જામનગર રોડ સ્‍થિત શીતલ પાર્ક વિસ્‍તારમાં લાંબા સમયથી ખોદકામ કરાયા બાદ તેને બુરવામાં ન આવ્‍યાની ફરિયાદ મળતા શાસકો દ્વારા સંબંધીત વિભાગમાં તપાસ કરતા ઘટના સાચી હોવાનું સામે આવ્‍યું છે.

શાસકો દ્વારા સંબંધીત વિભાગનો ઉધડો લઇ આટલા સમયથી એજન્‍સીને નોટીસ કેમ નથી આપવામાં આવી એ અંગે ખુલાશો પુછી તુરંત નોટીસ ફટકારી કામ પુરૂ કરવા જણાવ્‍યું હતું. લાંબા સમયથી પરેશાન વિસ્‍તારવાસીઓની મુશ્‍કેલીનો અંત આવશે.

(3:54 PM IST)