તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st May 2025
રાજકોટ જિલ્લા ડેરી દ્વારા કિલો ફેટે રૂા.૧૦નો વધારોઃ દૂધ ઉત્પાદકોને લાભ

રાજકોટ, તા.૧: દૂધ સંઘનાં અધ્યક્ષશ્રી ગોરધનભાઈ ધામેલીયા અને નિયામક મંડળના સભ્યો દ્વારા સંઘ સાથે જોડાયેલા હજારો દૂધ ઉત્પાદકોના આર્થિક અને સામાજિક હિતોને તથા હાલની ઉનાળા પરીસ્થીતી અને ગરમીને ધ્યાનમાં રાખીને દૂધ ઉત્પાદકોને આર્થિક રીતે મદદ થવાનાં ઉદેશથી સંઘનાં નિયામક મંડળે પ્રતિ કિલો ફેટે રૂા. ૧૦/ નો ભાવ વધારો કરીને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂા.૮૧૦/ કરવા નિર્ણય નક્કી કરેલ છે. અત્યારે દૂધ મંડળીઓને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂા.૮૧૦/ ચુકવવામાં આવી રહયો છે. દૂધ સંઘ દ્વારા તા. ૦૧/૦૫/૨૦૨૫ થી દૂધ મંડળીઓને પ્રતિકિલો ફેટે રૂા. ૮૧૦/ ચુકવવામાં આવશે અને દૂધ મંડળીઓ તેના દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂા.૮૦૫/ ચુકવશે. આ નિર્ણયથી દૂધ સંઘ સાથે જોડાયેલ ૫૦ હજારથી વધારે દૂધ ઉત્પાદકોને આર્થિક ફાયદો થશે. (રર.૬)
(11:56 AM IST)










