<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

શ્રી રઘુવંશી વેપારી ગ્રુપ રાજકોટ દ્વારા ૧૧મીએ શ્રી રવિ રાંદલ માતાજીના ૧૦૮ લોટા

 

રાજકોટઃ શ્રી રઘુવંશી વેપારી ગ્રુપ રાજકોટ દ્વારા આગામી તા.૧૧મે ના  રવિવારના રોજ શ્રી રવિ રાંદલ માતાજીના ૧૦૮ લોટા ઉત્‍સવનું આયોજન શ્રી ભીમનાથ મહાદેવ ટ્રસ્‍ટ, ૨ ગાયત્રીનગર ખાતે  કરવામાં આવ્‍યું છે.

૧૧મીએ સવારે ૭.૩૦ વાગે રાંદલ માતાજીની પૂજા થશે. બપોરે ૧૨ વાગે  ભોજન પ્રસાદ રાખેલ છે.

આ સંસ્‍થામાં ૨૨ સભ્‍યો હોવાનું અને છેલ્લા પાંચ વર્ષથી જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવતી હોવાનું સંસ્‍થાના આગેવાનોએ જણાવ્‍યું છે. આયોજનમાં સંસ્‍થાના પ્રમુખ ચિરાગભાઇ સરૈયા મો. ૯૯૭૪૦૧૮૯૮૧, ઉપપ્રમુખ મનિષભાઇ પોબારૂ, ખજાનચી વિરેનભાઇ કારીયા, સ્‍થાપક દિનેશભાઇ રાજાણી, કેતનભાઇ કકકડ, મનનભાઇ ભોજાણી વિ. જોડાયા છે. (તસ્‍વીશઃ અભિજીત બગથરીયા)

(2:29 PM IST)