News of Thursday, 1st May 2025
મારામારી, દારૂ, આર્મ્સ એક્ટ, ડ્રગ્સના ગુનામાં સામેલ ઉમંગ ઉર્ફ લાલો પાસામાં
પોલીસ કમિશનરે વોરન્ટ ઇશ્યુ કરતાં યુનિવર્સિટી પીઆઇ એચ. એન. પટેલ અને ટીમે બજવણી કરી સુરત લાજપોર જેલમાં ધકલી દીધો

રાજકોટ તા. ૧: શહેરમાં રહેતાં અને અલગ અલગ ગુનાઓમાં પોલીસ ચોપડે વારંવાર ચડતાં હોય તેવા શખ્સો સામે પોલીસ કમિશનર દ્વારા પાસા તળે કાર્યવાહી થાય છે. આવા વધુ એક શખ્સને પાસા તળે જેલમાં ધકેલી દેવાયો છે. મારામારી, દારૂ, આર્મ્સ એક્ટ ગુનાઓમાં સામેલ શિવશક્તિ કોલોની-૧૧૧ સામે ઉમિયાજી કૃપા ખાતે રહેતાં ઉમંગ ઉર્ફ લાલો ગોવિંદભાઇ ભુત (ઉ.વ.૩૨)ને પાસા તળે સુરત લાજપોર જેલમાં ધકેલી દેવાયો છે.
ઉમંગ ઉર્ફ લાલો યુનિવર્સિટી પોલીસમાં મારામારીના એક, આર્મ્સ એક્ટના એક અને ડ્રગ્સના એક ગુનામાં તથા ડીસીબીના દારૂના ગુનામાં અને ગાંધીગ્રામમાં રાયોટીંગના ગુનામાં સંડોવાયો હતો. તેને પાસામાં ધકેલવાની દરખાસ્ત જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદી બાંગરવા, એસીપી રાધીકા ભારાઇની રાહબરીમાં યુનિવર્સિટી પોલીસે તૈયાર કરી હતી. જેને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ મંજુર કરી સુરત જેલમાં ધકેલવા હુકમ કર્યો હતો.
પાસા વોરન્ટની બજવણી સહિતની કાર્યવાહી પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ વી. જી. ડોડીયા, એએસઆઇ જગમાલભાઇ ખટાણા, વિરેન્દ્રસિંહ ઝાલા, સિધ્ધરાજસિંહ ચુડાસમા, હેડકોન્સ. મહિપાલસિંહ જાડેજા, વિજુભા જાડેજા, વિરદેવસિંહ જાડેજા, ગોપાલસિંહ જાડેજા, પ્રતાપસિંહ મોયા, જીજ્ઞેશભાઇ મારૂ, હરેશભાઇ સારદીયા, જેન્તીભાઇ રાઠોડ, કોન્સ. વનરાજભાઇ લાવડીયા, દિવ્યરાજસિંહ જાડેજા, મૈસુરભાઇ કુંભારવાડીયા, પીસીબીના રાજુભાઇ દહેકવાલે કરી હતી.
(2:30 PM IST)










