News of Thursday, 1st May 2025
કાવો મારનારને ધ્યાન રાખવાનું કહેતાં પોપટપરાના વિવેક સિંધવ પર હુમલો
જામનગર રોડ પરસણાનગરના ફાટક પાસે બનાવ કોલેજમાં ભણતો યુવાન પિતાની ડેરીએથી દુધની ડિલેવરી આપવા નીકળ્યો ત્યારે ઋતુરાજ નામના શખ્સે બ્લોક, લાકડીના ઘા ફટકાર્યા

રાજકોટ તા. ૧: પોપટપરા-૮માં રહેતો અને દર્શન યુનિવર્સિટીમાં બીસીએના ત્રીજા વર્ષમાંઅભ્યાસ કરતાં વિવેક સુરેશભાઇ સિંધવ (ઉ.વ.૧૯) નામના વિદ્યાર્થીને સવારે એક્ટીવા હંકારીને પરસાણાનગર ફાટક પાસેથી પસાર થતો હતો ત્યારે ઋતુરાજ ગઢવીએ ઝઘડો કરી માથાના ભાગે બ્લોક અને લાકડીના ઘા ફટકારી ઇજા કરતાં સારવાર માટે દાખલ કરાયો હતો.
વિવેક સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇ, ભગીરથસિંહે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. વિવેકના કહેવા મુજબ પોતે હંસરાજનગરમાં દુધની ડિલીવરી કવા રામટે જતો હતો. તેના પિતાને રેલનગરમાં ભોલેનાથ નામે ડેરી છે. પોતે પરસાણાના ફાટકે પહોંચ્યો ત્યારે ઋતુરાજ સામેથી એક્ટીવા લઇને કાવો મારીને નીકળતાં તેને ધ્યાન રાખીને ચલાવવાનું કહેતાં ઝઘડો કરી હુમલો કર્યાનું જણાવાયું હતું.
(2:33 PM IST)










