<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

સરકારની યોજનાઓમાં રાજકોટ પ્રથમ : કેન્‍સર કેર ફાઉન્‍ડેશન દ્વારા કલેકટર પ્રભવ જોષીનું સન્‍માન

 

રાજકોટ : કેન્‍સર કેર ફાઉન્‍ડેશનના કેન્‍સર વોરિયર્સ દ્વારા રાજકોટ ડિસ્‍ટ્રીકટ કલેકટરશ્રી પ્રભવ જોશીને ફુલનો બુકે આપી સન્‍માન કરાયુ હતુ. આખા ભારતમાં રાજકોટ ડિસ્‍ટ્રકટમાં સરકાર દ્વારા ચલાવાવમાં આવતી તમામ યોજનાઓનું પાલન થયુ છે અને તેમાં રાજકોટ પ્રથમ નંબરે આવેલ છે. વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા પણ રાજકોટ કલેકટરશ્રીને બિરદાવવામાં આવ્‍યા. ત્‍યારે કેન્‍સર કેર ફાઉન્‍ડેશન દ્વારા પણ સન્‍માનની તક ઝડપી લેવાઇ હતી. કેન્‍સર વોરીયર્સ સભ્‍યોએ આ સન્‍માન માટે ઉત્‍સાહ દાખવ્‍યો હતો. બીનાબેન કામદાર દ્વારા પુષ્‍પનો ગુલદસ્‍તો આપીને તેમજ દીપકભાઇ સોલંકી દ્વારા જાતે બનાવાયેલ પિકચર્સ, ચિત્રો અને ફોટો ફ્રેમ આપીને કલેકટરશ્રીનું સન્‍માન કરવામાં આવતા શ્રી પ્રભવ જોષી ભાવવિભોર બની ગયા હતા. રાજુભાઇ પરમાર કે જેઓ પોતે અગરબતી બનાવે છે તે ભેટમાં આપીને તેમજ નાની દીકરી ક્રિષ્‍નાએ ફુલ આપીને કલેકટરશ્રીનું સન્‍માન કર્યુ હતુ. આ સન્‍માનના પ્રત્‍યુતરમાં કલેકટરશ્રી પ્રભવ જોશી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પેલેટીવ કેર માટે જે કંઇ મદદની જરૂર હોય તે પુરી કરવાની બાહેંધરી આપી હતી. અશ્વિનભાઇ સોલંકી કેન્‍સર કેર ફાઉન્‍ડેશન દ્વારા અન સન્‍માન કાર્યક્રમ ગોઠવવામાં આવ્‍યો હતો.

(2:40 PM IST)