News of Thursday, 1st May 2025
રાજ કૂલિંગ સિસ્ટમ્સે મેળવ્યું ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન
રાજકોટના ઉદ્યોગપતિ વિશ્વફલક પર ચમકયા દુનિયાનું સૌથી મોટું એર કુલર બનાવી મેક ઇન ઇન્ડિયા અભિયાનને વધુ મજબૂત બનાવશે આ સિદ્ધિ, એર કૂલર ઉર્જા બચત, મજબૂત બોડી મટિરિયલ અને પર્યાવરણને અનુકૂળ ડિઝાઇન સાથે સુસજ્જઃ કલ્પેશ રામોલીયા

રાજકોટ,તા.૦૧: રાજકોટ સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઉદ્યોગકારો માટે એક હબ છે જેમાંના એક ઉદ્યોગપતિએ પોતાની કુશળતા બતાવી વિશ્વભરમાં ડંકો વગાડ્યો છે. રાજ કૂલિંગ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલું વિશ્વનું સૌથી મોટું ૧૫ ફૂટ ઊંચાઈ ધરાવતું એર કૂલરની સિદ્ધિને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. એટલું જ નહિ પરંતુ રાજ કૂલિંગ સિસ્ટમ્સ લિમિટેડ અમદાવાદ જિલ્લાની એકમાત્ર કંપની છે કે જેને BIS રજીસ્ટ્રેશન પ્રાપ્ત થયું છે. કંપની પાસે ૮૦થી વધુ ડિઝાઇનની પેટન્ટ છે તો ૧૦૦થી વધુ ટ્રેડ માર્ક પણ છે. આ અનોખા એર કૂલરમાં અદ્યતન ટેક્રોલોજીનો ઉપયોગ કરાયો છે, જે ઉર્જા બચત, મજબૂત બોડી મટિરિયલ અને પર્યાવરણને અનુકૂળ ડિઝાઇન સાથે સુસજ્જ છે. આ કૂલરમાં વીજળીની બચત સાથે પર્યાવરણને અનુકૂળ રહે તેવા તમામ પાસાઓનો સમાવેશ થાય છે. આ વિશાળ કૂલરમાં BLDS ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે જેના કારણે બે કલાક વપરાશ બાદ એક યુનિટ વીજળીનો ખર્ચ થાય છે.
કલ્પેશ રામોલિયાએ જણાવ્યું કે, આ સિદ્ધિ માત્ર એક રેકોર્ડ નથી, પરંતુ નવાચાર અને ટેકનોલોજી દ્વારા આપણા ગ્રાહકો માટે શ્રેષ્ઠ ઉત્પાદનો આપવા માટે અમારી પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. અમારી ટીમની અવિરત મહેનત અને સમર્પણ આ મહાન સિદ્ધિ પાછળ છે. આ એર કૂલર મોટી ઇન્ડસ્ટ્રી કે મોટા કાર્યક્રમોમાં જ્યાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત હોય ત્યાં ઉપયોગમાં લઈ શકાશે. રાજ કૂલિંગ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ બે દાયકાથી કૂલિંગ ઉદ્યોગમાં કાર્યરત છે અને તે ભારતની સૌથી મોટી એર કૂલર ઉત્પાદક કંપની છે.
ISO ૯૦૦૧:૨૦૧૫ પ્રમાણિત આ કંપની ઇન્ડસ્ટ્રીયલ , ટેન્ટ અને ડોમેસ્ટિક ક્ષેત્ર માટે કૂલિંગ સોલ્યુશન્સ પ્રદાન કરે છે. નવીનતા, ગુણવત્તા અને ગ્રાહક સંતોષ એ કંપનીના મુખ્ય સ્તંભો છે. કંપની પાસે આધુનિક ટેક્રોલોજી અને અત્યાધુનિક મશીનરીથી સજ્જ એક વિશાળ મેન્યુફેક્ચરિંગ યૂનિટ છે, જે દર વર્ષે લાખો એર કૂલર્સનું ઉત્પાદન કરે છે. રાજ કૂલિંગ સિસ્ટમ્સની ઉત્પાદન પ્રક્રિયા શ્રેષ્ઠ સ્ટાન્ડર્ડ્સ અને કડક ગુણવત્તા નિયંત્રણથી પસાર થાય છે, જેથી ગ્રાહકોને શ્રેષ્ઠ પ્રોડક્ટ્સ મળી રહે. કંપનીએ માત્ર ભારત જ નહીં, પરંતુ વિદેશી બજારોમાં પણ પોતાનું મજબૂત સ્થાન બનાવ્યું છે, જ્યાં તેમના ઉત્પાદનોની ડિમાન્ડ સતત વધી રહી છે. આ અંગે વધુ માહિતી માટે મો.૭૨૨૭૦૭૪૧૧૦ ઉપર સંપર્ક કરી શકાય છે
(3:04 PM IST)










