તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st May 2025
રાજકોટ એસ.ટી. બસ પોર્ટમાં પંખા-કુલરની સુવિધાના અભાવે મુસાફરોને પડતી હાલાકી
અનેક વખત રજુઆતો છતા ધ્યાન અપાતુ નથી : તંત્રમાં ત્રેવડ ન હોય તો દાતાઓના સહયોગથી સુવિધા ઉભી કરવા એસ.ટી. મુસાફર હિત રક્ષક સમિતિનો ધ્રુજારો

રાજકોટ તા.૧ : ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, હબીબભાઈ કટારીયા, પટેલ નાગજીભાઈ વિરાણી, જીગ્નેશભાઈ બોરડ પટેલ, જેન્તીભાઈ હિરપરા, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, એસ.પી રાજાણી, સોની જીગ્નેશભાઈ પાટડીયાની સંયુક્ત યાદીમાં જણાવાયુ છે કે ઉનાળાની ઋતુમાં રાજકોટમાં સૌથી વધુ ગરમી પડી રહી છે. ગરમીએ૧૩૩ વર્ષનો રેકોર્ડ તોડ નાખ્યો છે. છતા આવી કાળજાળ ગરમીમાં પણ એસ.ટી. બસ પોર્ટના મુસાફરો માટે એર કુલર કે પંખાની સુવિધાનો અભાવ સૌને અકળાવી રહ્યો છે.
બસપોર્ટની આજુબાજુનું તાપમાન ૪૬ ડિગ્રી નોંધાઈ રહ્યું છે. મુસાફરો ગરમીમાં શેકાઈ રહ્યા છે છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. આ બાબતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની અમદાવાદ ખાતેની વડી કચેરીને તા.૨૫/૪/૨૫ ના પત્રથી જાણ કરવામાં આવી હોવા છતા હજુ સુધી કોઇ સુવિધા ઉભી કરાઇ હતી. વિભાગીય કક્ષાએથી ત્વરિત કાર્યવાહીના આદેશો તો કરાયા છે. પરંતુ રાજકોટ ડેપો મેનેજર અને કોન્ટ્રાક્ટરને મુસાફરોની લેશ માત્ર પણ દરકાર ન હોવાનો આક્રોશ હિત રક્ષક સમિતિના આગેવાનોએ વ્યકત કર્યો છે.
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા રાજકોટ સિનિયર ડેપો મેનેજર ઘનશ્યામભાઈ ચગને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે રાજકોટ બસ પોર્ટના ૨૨ પ્લેટફોર્મ પૈકી મોટાભાગના પ્લેટફોર્મ પર પંખાઓ નથી. જે પ્લેટફોર્મ પર પંખાઓ ઉપલબ્ધ નથી તે પ્લેટફોર્મ પર એર કુલરની ત્વરીત વ્યવસ્થા કરવા અથવા જરૂરિયાત મુજબના સાઈડમાં પંખાઓ શરૂ કરવા માંગણી કરાઇ હતી. તેમ છતાં આજ સુધી ધ્યાન અપાયુ નથી. જો તંત્રની દાનત ન હોય તો ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિને પંખાઓ કે એર કુલર ફીટ કરવા માટેની મંજૂરી આપવા પત્ર દ્વારા માંગ કરાઇ છે. જો તંત્ર મંજૂરી આપે દાતાઆના સહયોગથી વ્યવસ્થા કર તૈયારી દર્શાવી છે.
એસ.ટી નિગમ તાજેતરના ભાડા વધારો કર્યો છે. છતા મુસાફરોને આધુનિક ઈન્સ્ફ્રાસ્ટ્રક્ચર સાથે સારી સુવિધા આપવામાં બેદરકારી કેમ દાખવાઇ રહી છે. તેવા સવાલો ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ (મો.૯૪૨૬૨ ૨૯૩૯૬)એ ઉઠાવ્યા છે.
(2:45 PM IST)










