<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

ખેલ મહાકુંભ ૨૦૨૫ માં રાજ્‍ય કક્ષાએ એડવોકેટ ભાવેશ રંગાણીની પુત્રી હિરવાએ રાજકોટનું ગૌરવ વધાર્યુ

૬૪ ખેલાડીઓ વચ્‍ચેની સ્‍પર્ધામાં જીલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવ્‍યો

રાજકોટ, તા.૧: ખેલમહાકુંભ ૨૦૨૫ માં લોન-ટેનીસની રમતમાં રાજય લેવલે રાજકોટનુ ગૌરવ વધારી અને બ્રોન્‍ઝ મેડમ મેળવી આલીયા ટેનીસ એકેડમીની પ્‍લેયર હીરવા રંગાણી.

ગુજરાત સરકાર ધ્‍વારા દર વર્ષ જીલ્લા કક્ષાએ તેમજ રાજય કક્ષાએ ખેલ મહાકુંભનુ આયોજન કરવામાં આવે છે જે અંર્તગત ૨૦૨૫માં સૌ-પ્રથમ જીલ્લા કક્ષાએ કાઠીયાવાડી જીમખાનામાં રમાયેલ લોન-ટેનીસની ટુર્નામેન્‍ટમાં રાજકોટ શહેર-જીલ્લામાં આલીયા ટેનીસ એકેડમીમાં કોચીંગ મેળવતી ટેનિસ પ્‍લેયર હીરવા રંગાણીએ પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કરેલ હોય જે અંર્તગત આ ટુર્નામેન્‍ટમાં વિજેતા થયેલ એકથી પાંચ નંબર ઉપર આવેલ ખેલાડીઓને રાજય લેવલની ટુનામેન્‍ટમાં ભાગ લેવા માટે સીલેકટ કરવામાં આવતા હોય છે.

જે રાજય કક્ષાની ટુર્નામેન્‍ટ આગીમી તા.૨૩/૦૪/૨૦૨૫ તથા ૨૪/૦૪/૨૦૨૫ ના રોજના અમદાવાદ ખાતે ગુજરાત યુનિર્વસીટી ટેનીસ ગ્રાઉન્‍ડ ખાતે આયોજન કરવામાં આવેલ હોય જેમાં સમગ્ર રાજયમાં જીલ્લા તેમજ શહેર લેવલના ૧ થી ૫ નંબરમાં સીલેકટ થયેલા ખેલાડીઓ વચ્‍ચે આ ટુનામેન્‍ટ રમાયેલ હોય જે ટુનામેન્‍ટમાં આશરે ૬૪ જેટલા ખેલાડીઓ વચ્‍ચે એ સ્‍પર્ધા યોજાયેલ હોય હોય જેમાં રાજકોટ જીલ્લા કક્ષાએ નંબર-૧ સ્‍થાન ઉપર આવેલ આલીયા ટેનીસ એકેડમીની ટેનીસ પ્‍લેયર હીરવા રંગાણીએ પ્રથમ-બીજો અને ત્રીજા રાઉન્‍ડમાં આસાની જીત મેળવીને સેમી-ફાઈનલમાં પ્રવેશ મેળવેલ હતો તેમજ સેમી-ફાઈનલમાં પણ ખુબ ફાઈટીંગ સ્‍કોર સાથે માત્ર બે ગેમના અંતરથી પરાજય થયેલ હોય પરંતુ ત્રીજા સ્‍થાન માટેની મેચમાં આસાન જીત મેળવીને રાજય કક્ષાએ ત્રીજો ક્રમ મેળવી બ્રોન્‍ઝ મેડમ પ્રાપ્ત કરી સમગ્ર રાજયમાં રાજકોટ શહેર-જીલ્લાનું ગૌરવ વધારેલ છે. તેમજ અગાઉ પણ તેમને ઈન્‍ટરનેશનલ લેવલે અંડર-૧૪ ટુનામેન્‍ટની ડબલ કેટેગરીમાં વિજેતા થઈ એવોર્ડ મેળવેલ હતો.

આ બ્રોન્‍ઝ મેડમ મેળવતાની સાથે હીરવા રંગાણીને તેમની એકેડમીના કોચ સૌરભ રધુવંશી તેમજ સાથી ખેલાડીઓ તથા તેમની સ્‍કુલ જીનીયસ સ્‍કુલના સંચાલકો, તથા અન્‍ય સગા સંબંધીઓ તેમજ રાજકોટ મ્‍યુનિ. કોર્પોરેશનના અધિકારીઓ તેમની જીત તેમજ બ્રોન્‍ઝ મેડમ મેળવવા તથા રાજકોટનુ રાજય કક્ષાએ ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવી શુભેચ્‍છા પાઠવેલ છે. હિરવા રાજકોટના જાણીતા એડવોકેટ ભાવેશભાઈ રંગાણીની પુત્રી છે.

હાલ હીરવા રંગાણી રાજકોટ રાજકોટ મ્‍યુનિ.કોર્પોરેશન સ્‍થિત ૬-ટેનીસ કોર્ટ ઉપરની આલીયા ટેનીસ એકેડમી ખાતે હેડ કોચ સેરંભરધુવંશી પાસે કોચીંગ મેળવી રહેલ છે.

(2:47 PM IST)