તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 1st May 2025
દુધનો ભાવ વધારો એ દાઝયા પર ડામ સમાનઃ નારી સુરક્ષા સમિતિ એક લીટરે રૂા. ૨ નો અમુલનો ભાવ વધારો ગળહિણીઓનું બજેટ ખોરવશેઃ ભાવનાબેન વાઘેલા
દૂધ દહીં પર જીએસટી હટાવોઃ અચ્છે દિન ના સપનાઓ ચકનાચુર અચ્છે દિનનું ટેટુ છેતરામણુ સાબિત થયું

રાજકોટઃ લોક સંસદ વિચાર મંચના મહિલા આગેવાનો અને જિલ્લા નારી સુરક્ષા સમિતિના લીગલ એડવાઈઝર એડવોકેટ ભાવનાબેન વાઘેલા, ઉપપ્રમુખ પારૂલબેન સિદ્ધપુરા, મહામંત્રી સરલાબેન પાટડીયા, પ્રફુલાબેન ચૌહાણ મંત્રી સોની ભાવનાબેન જોગીયા, કૈલાશબેન વાઘેલા, પદ્માબા ચૌહાણ જણાવે છે કે ગુજરાતના સ્થાપના દિવસે કાળઝાળ મોંઘવારીમાં અમુલ દૂધનો ભાવ વધારો પડયા પર પાટુ સમાન અને દાઝ્યા પર ડામ સમાન છે. અમુલ દૂધમાં એક લીટર રૂા.૨ નો ભાવ વધારો જીકી દેતા ગળહિણીઓનું બજેટ ખોરવાશે. વર્ષ ૨૦૧૪ પહેલા શાસકોએ મોંઘવારીનો પ્રશ્ન તત્કાલીન સરકાર ઘટાડવાના સપનાઓ બતાવ્યા હતા અને અચ્છેદિન ના બતાવેલા સપનાઓ ચકનાચુર થયા છે. અચ્છેદિન નું ટેટુ છેતરામણુ સાબિત થયું છે
હાલમાં જીએસટી ને પગલે અનાજ, કઠોળ, પનીર, દહીં, દૂધ પનીર જેવી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં તોતિંગ ભાવ વધારાને પગલે ગરીબ અને મધ્યમવર્ગનું જીવન દુષ્કર બન્યું છે. મોંઘવારીના પગલે આપઘાતનું પ્રમાણ વધી જવા પામ્યું છે. અમૂલ ડેરી પોતાના તમામ પ્લાન્ટોમાં સોલાર રૂફટોપ અપનાવી વીજળી ખર્ચ બચાવે, બિનજરૂરી કરોડો રૂપિયાની જાહેરાતો આપવામાં બંધ કરે અને કરકસરયુક્ત વહીવટ કરે તો તેનો લાભ કર્મચારી, પશુપાલકો અને ગુજરાતની જનતાને આપી શકાય તેમ છે.
રાજ્ય સરકાર ખરેખર ગુજરાતની જનતાને દૂધના ભાવ વધારામાં રાહત આપવા માગતી હોય તો દૂધમાં દહીંમાં જીએસટી હટાવી દઈ આમ પ્રજાને રાહત આપવી જોઈએ. અન્યથા આગામી દિવસોમાં દૂધના અને પેટ્રોલ ડીઝલ ભાવો સરખા થઈ જશે. તેમ એડવોકેટ ભાવનાબેન વાઘેલા, (મો ૯૮૨૪૮ ૭૯૮૨૦), સરલાબેન પાટડીયા, પ્રફુલાબેન ચૌહાણ, પારૂલબેન સિધ્ધપુરા, કૈલાસબેન વાઘેલાએ જણાવ્યું છે.(૩૮.૨૪)
(4:27 PM IST)










