News of Thursday, 1st May 2025
દીક્ષાર્થી ડિમ્પલબેન વિરાણી શનિવારે જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરશે
ગોંડલ સંપ્રદાયના પૂજય ગુરુભગવંત બા.બ્ર. શ્રી રાજેશમુનિજી મ.સા. કરેમી ભંતેના પાઠ ભણાવશેઃ વિરાણી હાઇસ્કુલ ખાતે સવારે ૬ વાગ્યાથી પ્રવજયા વિધી

રાજકોટ તા. ૧: જૈનોના ૨૪મા તીર્થંકર શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ અનંતી કળપા કરી જગતના સર્વ જીવોને સુખી થવાનો ઉત્તમ માર્ગ બતાવેલ છે. સંસારનો સર્વથા ત્યાગ કરી બધા જ પાપોને મનથી, વચનથી અને કાયાથી કરવાનો, કરાવવાનો અને કોઈ પાપ કરતું હોય તો તેને સારું માનવાનો જીવનભર ત્યાગ કરી વિશિષ્ટ વ્રત-નિયમો ધારણ કરીને ભગવાનની આજ્ઞા મુજબ જ હવે પછીનું આખું જીવન સંયમિતરૂપે જીવવાનું હોય છે, જેમને જૈન ભાગવતી દીક્ષા કે સંયમ ગ્રહણ કહે છે.
ગોંડલ સંપ્રદાયના ચારિત્રનિષ્ઠ પરમ પૂજ્ય ગુરુભગવંત બાલબ્રહ્મ ચારી શ્રી રાજેશમુનિજી મહારાજસાહેબના શુભ નિશ્રામાં, પૂજ્યશ્રીના આજ્ઞાનુવર્તી ‘પૂજ્યશ્રી હીરલગુરુણી' પરિવારના સુદીર્ઘ સંયમ સ્થવિરા સાધ્વીપ્રમુખા અનંત ઉપકારી પરમ પૂજ્ય ગુરુણીભગવંત બા.બ્ર. શ્રી કુસુમબાઈ મહાસતીજીના સુશિષ્યારૂપે દીક્ષિત થવા સાવરકુંડલા વતની, મુંબઈ નિવાસી નવીનભાઈ વિનયકાંત વિરાણીના પુત્રીરત્ન કુમારી ડિમ્પલબેન થનગની રહ્યા છે. આ દિક્ષા પ્રસંગનો શુભારંભદીક્ષાર્થીની તા. ૩ને શનિવારે ૬ વાગ્યે મહાભિનિષ્ક્રમણ યાત્રાથી થશે. આ યાત્રાનો પ્રારંભ હેમુ ગઢવી હોલથી થશે. કોઇપણ પ્રકારના આડંબર કે આરંભラસમારંભ વગર, ખૂબ જ સાદગી સાથે બેન્ડવાજા, રથ, બગી, ઘોડા, ડીજે મ્યુઝિક વિના પગપાળા દીક્ષા ભૂમિ ડુંગરગુરુ પ્રવજયા પટાંગણ, વિરાણી હાઇસ્કૂલ પહોંચશે. દીક્ષા વિધિラમંગલ પ્રવચન ૬.૧૫ થી ૮.૫૫ કલાકે થશે.
આપણા મહાન ભાગ્યોદયે આપણને મનુષ્યભવ મળ્યો, આર્ય ક્ષેત્ર અને ઉત્તમ કુળ મળ્યું, પરંતુ મનુષ્ય જન્મને સફળ કરવા માટેનો સાચો પુરુષાર્થ તો અત્યંત અલ્પ આત્માઓ જ કરતાં હોય છે. આવો જ ભવ્ય અને ભગીરથ પુરુષાર્થ કરવા, મહાવીર ભગવાને પ્રકાશેલા ઉત્તમ સંયમ માર્ગને પ્રાપ્ત કરવા માટે ચિ. ડિમ્પલબેન યુવાનવયમાં ઉદ્યમવંત થયા છે. દીક્ષા મહોત્સવની મંગલમય ઘડીએ શુદ્ધ સંયમ માર્ગને અનુમોદવા, વિશાળ સંત-સતીવળંદના દર્શન-વંદન-વ્યાખ્યાન તથા માંગલિક શ્રવણનો અનુપમ લાભ લેવા, દીક્ષાર્થીના તેજ ને નિહાળવા, સંયમ વિધિના પ્રત્યક્ષ સાક્ષી બનવા તેમજ શ્રી જૈન શાસનની શોભામાં અભિવળદ્ધિ કરવા સમસ્ત શ્રીસંઘ, જૈન-જૈનેતર આદિ સર્વે જૈન શાસનપ્રેમીઓને સહ-પરિવાર પધારવા ભાવભર્યું નિમંત્રણ શ્રી ગોંડલ સંઙ્ઘદાય સ્થા. જૈન સિદ્ધાંત સંરક્ષક સમિતિ-રાજકોટે પાઠવેલ છે.
મુંબઈ મહાનગરીમાં ઉછરેલા કુમારી શ્રી ડિમ્પલબેન વિરાણી ખાનદાની ઉદ્યોગપતિના પુત્રીરત્ન છે. ઉચ્ચતર અભ્યાસ કરીને ખ્યાતનામ કંપનીમાં સિનિયર પોઝીશનમાં હતા અને ભારતભરમાં તથા જર્મની, ઇટાલી સ્વીઝરલેન્ડ, દુબઈ, સિંગાપોર આદિ અનેક દેશોમાં ગયા છે. ભૌતિક સુખ-સુવિધાઓની કંઈ કમી નહીં, પરંતુ એમાંથી કશું પણ બહેનશ્રીને મોહી ન શકયું. તેમને તો પ્રભુવીરનો માર્ગ ગમ્યો અને સંયમ અંગીકાર કરવા થનગની રહ્યા છે. દીક્ષાર્થીએ શ્રી આવશ્યક સૂત્ર, શ્રી દશવૈકાલિક સૂત્ર, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર (ઊણું) તથા અનેક નાના-મોટા થોકડાઓ કંઠસ્થ કરેલ છે. પૂજ્ય ગુરુભગવંતની કળપાથી અનેક આગમોની વાંચના લીધેલ છે.
રવિવાર, તા.૨૭ એપ્રિલે શ્રી ઋષભદેવ સંઘમાં દીક્ષાર્થીકુમારી ડિમ્પલબેનનું ભાવભક્તિપૂર્વક બહુમાન રાજકોટ તથા ગામોગામના અનેક શ્રીસંઘો અને જૈન સંસ્કાર સ્કૂલ (JSS) બાળકો દ્વારા કરવામાં આવેલ. ભક્તિમય સ્તવન ‘‘ડિમ્પલબેન સંયમ લેવાના છે અને જે સંયમ લેવાના છે તે તો મોક્ષમાં જવાના છે'' થી વાતાવરણ એકદમ ભાવવિભોર અને વૈરાગ્યમય બની ગયું.
શ્રી ઋષભદેવ સંઘના આંગણે શાશ્વત એપાર્ટમેન્ટમાં વિવિધ સંયમ અનુષ્ઠાનો ઉજવાઈ રહ્યા છે, જેમાં બહોળી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાજીઓ લાભ લઈને દીક્ષા અનુમોદના કરી રહ્યા છે. દીક્ષાનો પ્રત્યેક લાભ લેવા ગુજરાત, મુંબઈ, ભારતભરમાંથી અને વિદેશથી પણ વિશેષ સંખ્યામાં ભાવિકો પધારેલ છે અને અનુષ્ઠાનોનો લાભ લઈ રહેલ છે. દીક્ષા વિધિનો તથા નવદીક્ષિત મહાસતીજીના શ્રીમુખે માંગલિકનો પૂર્ણ લાભ લઈને નવકારશી તથા પોરસીના પારણાનો લાભ દીક્ષા સ્થળે આપવા વિનંતી, જેના પાસ દીક્ષા દિવસે સવારે ૬.૧૫ થી ૭.૨૦ સુધી દીક્ષા સ્થળેથી મળશે. દીક્ષા દિને શ્વેત વષાોમાં જ ઉપસ્થિત રહીને દીક્ષા અનુમોદના કરીએ. દીક્ષા મહોત્સવમાં દેશ-વિદેશથી હજારો ભાવિકો પધારશે અને માઈક, લાઉડ સ્પીકર, પંખા, એસી, મુવી કે ફોટા, મોબાઇલ આદિ ઇલેક્ટ્રોનિક સાધનોના ઉપયોગ વગરના આ ઐતિહાસિક ઝળહળતા દીક્ષા મહોત્સવમાં સર્વ ભાવિકોને સહપરિવાર પધારી સંપૂર્ણ મૌનપૂર્વક દીક્ષા અનુમોદના કરવા શ્રી ઋષભદેવ જૈન સંઘ સંચાલિત સર્વે શ્રીસંઘો તથા સમસ્ત વિરાણી પરિવારે સવિનય વિનંતી કરેલ છે.
દીક્ષા મહોત્સવ અને સંયમ અનુષ્ઠાનો અંગેની વિસ્તળત માહિતી માટે શ્રી ઋષભદેવ સંઘ કાર્યાલય (૧-તિરૂપતિનગર, નિર્મલા રોડ, મો. ૯૪૨૭૭ ૨૪૨૩૯) સંપર્ક કરી શકાશે. દીક્ષા મહોત્સવ માટે શ્રી ઋષભદેવ સંઘ સંચાલિત દરેક શ્રીસંઘોના શ્રાવક-શ્રાવિકાજીઓ અનેરા ઉત્સાહ અને ઉમંગથી સેવા આપી રહેલ છે. શ્રી ગોંડલ સંપ્રદાય સ્થા. જૈન સિદ્ધાંત સંરક્ષક સમિતિ-રાજકોટના સ્થાપક સભ્યો રમેશભાઈ વિરાણી, પંકજભાઈ શાહ, શ્રી દિલીપભાઈ સખપરા, પરેશભાઈ પટેલ, પ્રતિકભાઈ કામદાર આદિ સંયમ અનુમોદનાનો લાભ લઈ રહેલ છે. ઋષભદેવ સંઘના સહપ્રમુખ પરેશભાઈ પટેલે જણાવેલ છે.
(3:20 PM IST)










