<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

રવિવારે NEETની પરિક્ષાઃ તમામ ૧૩ કેન્‍દ્રોનું વેબકાસ્‍ટીંગ કરવા કલેકટરના આદેશોઃ બપોરે ૧ાા પછી એન્‍ટ્રી નહીં

સીસીટીવી કેમેરાથી કેન્‍દ્રો સજજઃ મોનીટરીંગ કરાશેઃ જરૂર પડયે STની બસો દોડાવાશે

રાજકોટ તા. ૧: આગામી રવિવારે તા. ૪ના રાજકોટમાં ધો. ૧રના સાયન્‍સના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે અત્‍યંત મહત્‍વની એવી NEET ની પરીક્ષા લેવાશે, આ બાબતે ગઇકાલે રાજયના મુખ્‍ય સચિવ તમામ કલેકટરો સાથે ખાસ વીસી પણ યોજી હતી.

દરમિયાન કલેકટરશ્રી પ્રભવ જોષીએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં ઉમેર્યું હતું કે ૪ તારીખે લેવાનાર ઉપરોકત પરીક્ષામાં ૧૩ કેન્‍દ્રો ઉપર ૬૩૩૭ ઉમેદવારો પરીક્ષા આપશે, આ માટે જીલ્લા કક્ષાની કમિટી પણ રચાઇ છે.

તેમણે જણાવેલ કે તમામ કેન્‍દ્રો ઉપર સીસીટીવી કેમેરા ફરજીયાત મુકાયા છે, અને તમામ કેન્‍દ્રોનું ખાસ વેબકાસ્‍ટીંગ કરવા આદેશો કરાયા છ઼ે, જેનું પળેપળનું મોનીટરીંગ થશે, દરેક કેન્‍દ્રો ઉપર ચૂસ્‍ત પોલીસ બંદોબસ્‍ત રહેશે, ૪ ડે. કલેકટરોને નોડલ ઓફીસર તરીકે જવાબદારી સોંપાઇ છે, દૂરના કેન્‍દ્રો હોય તો તે સંદર્ભે જરૂર પડે એસ.ટી. બસો દોડાવાશે, બપોરે ર થી પ પેપર રહેશે, અને ઉમેદવારોને ૧-૩૦ વાગ્‍યા પહેલા એન્‍ટ્રી લઇ લેવા અને ત્‍યારબાદ એન્‍ટ્રી નહીં મળે તેમ કલેકટરે ઉમેર્યું હતું.

(3:48 PM IST)