તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st May 2025
મનપાના જુ.કલાર્ક માટે રવિવારે લેખીત પરિક્ષાઃ ૩ શહેરોમાં ૧૨૫ કેન્દ્રો
૫૦૦ કર્મચારીઓને ખાસ ફરજ સોંપાઇઃ ઓર્ડર કરાયાઃ આજે તાલીમ અપાઇ

રાજકોટ તા.૧: મહાનગરપાલિકાના ઇતીહાસમાં જુ.કાલર્કની અત્યાર સુધીમાં બે વખત જ ભરતી થઇ છે. આથી ખાલી પડેલ ૧૨૮ જુ.કર્લાક ગ્રેજ્યુએટ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામા આવેલ જે અંતર્ગત ૬૦૫૨૫ અરજદારોએ અરજી કરતા તમામની પરીક્ષા આગામી રવિવારના રોજ લેવામાં આવશે જેના માટે રાજકોટ, અમદાવાદ અને વડોદરામાં કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે. પરિક્ષા વ્યવસ્થા માટે મહાનગરપાલિકાના ડે.કમિશનર સહિતના ૫૦૦ કર્મચારીઓને ફરજ સોંપવામા આવી છે. જે અંગેની તાલીમ આપવામાં આવી હતી.
મહાનગરપાલિકામાં ખાલી પડેલ ૧૨૮ જુ.કર્લાક ગ્રેજ્યુએટની ભરતી કરવામા માટે ઉમેદવારો પાસેથી અરજી માંગવામાં આવેલ જેના લીધે ગુજરાત ભરમાંથી કુલ ૬૦૫૨૫ માન્ય અરજી આવતા હવે તમામ ઉમેદવારોની લેખીત પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને રવિવારે લેખિત પરીક્ષાનું આયોજન કરાયું છે. અત્યાર સુધીની ભરતી પરીક્ષા લેવાની હોય પરીક્ષાની વ્યવસ્થા માટે મોટી સંખ્યામાં કર્મચારીઓની જરૂરીયાત ઉભી થતા પરીક્ષા કેન્દ્રોનુ ત્રણ શહેરમાં વિભાજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ, અમદાવાદ અને વડોદરામાં કેન્દ્રની ફાળવણી કરાઇ છે. જેમાં રાજકોટ કેન્દ્ર માટે ડે. કમિશનર સહિતના ૫૦૦ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી. અને રાજકોટમાં ૧૧ કેન્દ્ર તથા અમદાવાદમાં ૮૭ કેન્દ્ર, વડોદરામાં ૨૭ કેન્દ્રમાં રાજકોટ ખાતે ૩૧૦૦૦ અને અમદાવાદ ખાતે ૨૮૦૦૦ સહિત કુલ ૬૦૫૨૫ ઉમેદવારો પરીક્ષા આપશે. (૩.૧૭)
(4:26 PM IST)










