News of Thursday, 1st May 2025
પરીક્ષાની કામગીરીમાં કર્મચારીઓને માત્ર રૂા.ર૭૦ જ વેતન ! : કર્મચારી પરીષદનો આક્રોશ
કર્મચારીઓને શનિવાર અને રવિવારની કામગીરીમાં માત્ર મજાકરૂપ વેતનથી યુનીયન નારાજ : કમીશનરને રજુઆત

રાજકોટ : જુ.કર્લાકની પરીક્ષા માટે કર્મચારીઓને જવાબદારી સોંપવામા આવી છે. જેના મહેતનાણા અંગે મનપા કર્મચારી પરીષદે અનેક મુદે રજૂઆત કરી જણાવેલ છે કે, શાખા અધિકારી દ્વારા ફક્ત ચુકવવાનું જણાવેલ છે. આકારણીમાં રાજકોટ થી જે તે શહેર સુધી પંહોચવાનું તે શહેરમાં રાત્રી રોકાણ કરવાનું ત્યા ભોજન વ્યવસ્થા કરવાની ત્યા સેન્ટર સુધી આવવા જવાની વ્યવસ્થા કરવાની અને તમામ કામગીરી પુર્ણ થયે રાજકોટ પરત ફરવાની તમામ વિગતો ઉમેરી બિલ બનાવવા જરૂૂરી છે. આ તમામ બિલ બનાવવા હેતુ ટીકીટો રજુ કરવી જરૂૂરી છે. પરંતુ અમુક કર્મચારીને જેમાં કર્મચારીઓ દ્વારા કોઇ ગળપ બનાવીને પોતાના વાહનમાં જવાની ગોઠવણ કરેલ હોય તો તેવા કિસ્સામાં આ બિલ આકારી શકાશે નહીં. આથી કર્મચારીઓને પોતાના પૈસે આ ફરજ બજાવવાની રહેશે. તેમજ હુકમમાં ઉઅ આકારવાની કોઇ શરત મુકેલ નથી આથી તમામ કર્મચારીઓએ રાત્રી રોકાણ, ચાર સમયના ભોજનની વ્યવસ્થા પોતાના ખર્ચે કરવાની રહેશે. જેની સામે નોડલ ઓફીસર તેમજ આસી. નોડલ ઓફીસરોને સરકારી વાહન ફાળવવામાં આવેલ છે. આથી સ્પષ્ટ થાય છે કે નાના કર્મચારીઓને ને જ અન્યાય સહન કરવાનો રહે છે. તેમજ હુકમમાં એવુ જણાવેલ છે કે નિયમાનુસાર માનદવેતન / મહેનતાણું નિયત થયે ચુકવવામાં આવશે. જે બાબતે આપને ધ્યાવે મુકવાનું કે અગાઉની અંદાજીત આવી ૮ થી ૯ પરીક્ષાના મહેનતાણા હજુ સુધી ચુકવાયેલ નથી. અને કોઇ નિયમ બનાવેલ નથી. તો આ પરીક્ષાના મહેનતાણા કયારે ચુકવાશે? અને કેટલા ચુકવાશે ? આમ ઉપરોક્ત બાબતે તમામ કર્મચારીઓ વતી આપ સાહેબને નમ્રતા પુર્વક જણાવવાનું કે હુકમમાં જણાવ્યા વિગતે કર્મચારીઓને કોઇ મહેનતાણું કે ચુકવવાના બદલે ચુંટણી વિભાગની જેમ રાજકોટ મહાનગરપાલિકા દ્વાર રાજકોટ થી રાજકોટ વાહન વ્યવસ્થા કરી આપે તેમજ (અમદાવાદ / વડોદરા ખાતે) રોકાણ અને ભોજનની વ્યવસ્થા કરી આપે. જેથી કોઇ કર્મચારીને આર્થીક નુકશાનની સંભાવના રહે નહીં. અથવા દરેક કર્મચારીને નિયત ખર્ચ સામેની યોગ્ય રકમની બાંહેધરી આપે જેથી કર્મચારીઓને આ જગ્યાએ ફરજ બજાવવામાં પોતાના ખિસ્સા માંથી ખર્ચ કરવો ના પડે. (તસ્વીરઃ અશોક બગથરીયા) (૯.ર૬)
(3:49 PM IST)










