તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 1st May 2025
ઘંટેશ્વર ૨૫ વારીયાના રાજ અને ગુટુરામને આજી જીઆઇડીસીમાં માર મારવામાં આવ્યો
કામ બાબતે બોલાચાલી થતાં ત્રણ શખ્સોએ ફટકાર્યા

રાજકોટ તા. ૧: જામનગર રોડ ઘંટેશ્વર ૨૫ વારીયા ક્વાર્ટરમાં રહેતાં રાજ રમેશભાઇ પટેલ (ઉ.વ.૨૩) અને ગુટુરામ બહાદુરભાઇ ગોૈતમ (ઉ.વ.૩૫)ને આજી જીઆઇડીસી હતાં ત્યારે લોખંડના પાઇપ, ઢીકાપાટુનો માર મારવામાં આવતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં.
રાજ અને ગુટુરામે જણાવ્યું હતું કે પોતે આજી જીઆઇડીસીમાં મેલટ્રોન ચોકમાં હાઇબોન્ડ કારખાના ખાતે કામ કરે છે. સવારે બંને કામ પર હતાં ત્યારે કામ બાબતે બોલાચાલી કરી ભુપેન્દ્ર, ગોપાલ, સંતોષે મારકુટ કરી હતી. આક્ષેપો અંગે થોરાળા પોલીસે કાર્યવાહી કરી હતી.
(3:50 PM IST)










