News of Thursday, 1st May 2025
બહેનો દ્વારા સંચાલીત રાજકોટ સીટી વૂમન્સ કલબ દ્વારા સોમવારે ‘‘મેરે હમસફર'' મ્યુઝીકલ કાર્યક્રમ
દિગ્ગજ અભિનેતા મનોજકુમારની યાદગાર ફિલ્મોના ગીતો રજૂ થશેઃ પ્રફુલાબેન મહેતા અને તેની ટીમ અકિલાના આંગણે

રાજકોટઃતા.૧, રાજકોટ સીટી વુમન્સ કલબના બહેનો દ્વારા સૌપ્રથમ વખત સભ્યો ‘મેરે હમસફર-મ્યુઝીકલ પ્રોગ્રામ' તા.પ- સોમવારે રાત્રે ૯:૩૦ કલાકે-એક નારી શકિતનું ઉદાહરણ પુરૂ પાડતા એક મ્યુઝીકલ ટીકીટ શો-હેમુગઢવી હોલ ખાતે‘ભારત રત્ન' સન્માનિત મનોજકુમારની યિલ્મોની યાદગાર ગીતોની પ્રસ્તુતિ નામાંકિત કલાકારો દ્વારા એક-એકથી ચડે તેવા ગીતો રજૂ કરવામાં આવશે.
મનોજકુમારે તેમની ફિલ્મ દ્વારા દેશને પરમ શિખરે લઇ જતી ગીતોની રમઝટ બોલાવી છે જેવા કે મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે, જહાં ડાલ ડાલ પર સોને કી ચીડીયા કરતી હે બસેરા,યે પ્રીત જહાં કી રીત સદા, એક પ્રારકા કા નગમા હૈ, ભારત કા રહને વાલા હું ભારત કી, જીંદગીના ટૂટે લડી પ્યાર કરલે ઘડી દો ઘડી...
રાજકોટ સીટી વુમન્સ કલબના પ્રમુખ પ્રીતીબેન શાહ અને માર્ગદર્શક પ્રફુલાબેન મહેતા દ્વારા કલબના સભ્ય બહેનો માટે મ્યુઝીકલ નાટક, હાસ્ય દરબાર, પીકનીક, નવરાત્રી, ગરબા જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં અમારા આમંત્રણને માન આપી અનેક મહાનુભાવો જોડાશે અને આવનાર દરેક મહાનુભાવોના વરદ્દ હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવશે.
બહેનો દ્વારા રાજકોટ વુમન્સ કલબ દ્વારા તા. પ ના સોમવારે રાત્રી શો-મ્યુઝીકલ ટીકીટમાં ગાયકો અશ્વિની મહેતા, સલીમ મલીક અને ઇરફાન દીવાન જમાવટ કરશે ઓરકેસ્ટ્રા રાજુ ત્રિવેદીનું અને એન્કરીંગ પ્રિતેશ બારોટનું છે.
રાજકોટ સીટી વુમન્સ કલબના સભ્ય બહેનોએ પોતાની ટીકીટ તા. ૧ થી પ સુધીમાં હેમુગઢવી હોલ ખાતે વહેલા તે પહેલાના ધોરણે સવારે ૧૧ થી સાંજના ૮ સુધી મેળવી લેવી તેમજ ગૃપ માટે ટીકીટનું બુકિંગ કરવામાં આવશે.
આયોજનમાં પ્રીતીબેન સુનિલભાઇ શાહ(પ્રમુખ), પ્રફુલાબેન મહેતા (માર્ગદર્શક), મીરાબેન દોશી (ઉપપ્રમુખ), અલ્પાબેન દોશી(સેક્રેટરી), અલ્કાબેન ગોસાઇ (જો.સેક્રેટરી), અલ્કાબેન ગોસાઇ (સભ્ય), જાગૃતિબેન ડોડીયા (સભ્ય) જોડાયા છે. આ અંગે વધુ વિગત માટે પ્રફુલાબેન મહેતાઃમો. ૯૪૨૮૮ ૯૦૨૭૭, મીરાબેન દોશીઃ ૯૯૦૯૩ ૦૦૦૭૭ નો સંપર્ક કરવો.(તસ્વીર અભિજીત બગથરીયા) (૩૬-
(3:51 PM IST)










