<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

હસાવતું-રડાવતું-સ્‍તબ્‍ધ કરી દેતું નવું નાટક - ઓહ!! વૂમનીયા નો એક માત્ર પ્રયોગ રાજકોટમાં

આવતીકાલે હેમુ ગઢવી હોલે-સૌમ્‍ય જોશી લિખિત : દરેક પુરુષ અનેસ્ત્રી એ અચૂક માણવા જેવું: વિદ્યાર્થીઓ અને મહિલાઓ માટે રૂ. ૧૫૦ ની ટિકિટ ૧૦૦ માં ટિકિટ માટે હેમુ ગઢવી હોલ ટિકિટ વિન્‍ડો - સવારે ૧૦ થી ૨ અને સાંજે ૪ થી ૮ ટિકિટઃ ૯૦૨૩૨૮૨૪૦૭ અથવા બુકમાઇશો

રાજકોટઃ ડાયલોગ એવા કે હસી હસીને પેટ પકડી લો અને પરિસ્‍થિતિની રજૂઆત એવી કે અવાક બની જવાય.ઓફબીટ અને અર્થસભર નાટકોની સુંદર શ્રેણી લઈને હંમેશા સૌના વિચારોને પાંખો આપતું વિદેહી એન્‍ટરટેઇન્‍મેન્‍ટ આ વખતે લઈને આવી રહ્યું છે એક એવું નાટક, જેમાં સફર તો ટ્રેઈનમાં છેラપણ એ ટ્રેક પર નહીં જે રેલગાડીને લઇ જાય, પણ એ રસ્‍તે જે મનના ઊંડાણોમાંથી પસાર થાય!

આ શબ્‍દો પાછળ છે સૌમ્‍ય જોશીની કલમ, ગોતી...લો... ગીત, ૧૦૨ નોટ આઉટ, વેલકમ જીંદગી વગેરે બાદ હવે તેમની કલમે સર્જાયું છે એક નવા જ સ્‍વર સાથેનું નાટક ラ‘‘ઓહ!! વૂમનિયા''

જીજ્ઞા એટલે ગુજરાતી રંગભૂમિમાં મોખરે આવતાં નામોમાંનું એક નામ.સૌથી પ્રખ્‍યાત અને ખૂબ જ વખણાએલા નાટકો જેવાકે‘‘વેલકમ જિંદગી'' ,‘‘નઈ લાખાયેલી કવિતા ની એકોક્‍તિ'', ‘‘મહેતા વર્સીસ મહેતા'', ‘‘યુનાઈટેડ સ્‍ટેટ્‍સ ઓફ પડાની પોળ'',‘‘ઓહ વુમનિયા'' વગેરેમા તેમના લોકપ્રિય અને વિવેચકો દ્વારા વખાણાયેલા અભિનય માટે જાણીતા છે. ‘‘વેલકમ જિંદગી''અને ‘‘આજ જાને કી ઝિદ ના કરો''; માં તેમના અભિનય માટે બિગ એન્‍ટરટેઈનમેન્‍ટ એવોર્ડ પ્રાપ્ત થયો છે.

જીજ્ઞા એક એવી અદાકારા છે જે માત્ર સ્‍ક્રિપ્‍ટ નથી વાંચતી, સંવાદોની વચ્‍ચે નહીં કહેવાયેલી ભાવનાઓને રજૂ કરે છે.પાત્રોની અંદર છુપાયેલા રહસ્‍યોને ચીરતી જાય છે અને સત્‍યને રજૂ કરે છે. જીજ્ઞા ધરાર ઓછા નાટકો કરે છે, બહુ ચકાસણી કર્યા પછી, ઝીણવટ પૂર્વક અભ્‍યાસ કર્યા પછી જ એ નાટક પસંદ કરે છે, પણ પછી જે નાટક કરે છે એમાં જીવ રેડી દે છે.

જીજ્ઞા કહે છે,‘‘મને જે કામ ગમે, જે મને આનંદ આપે, એવું કામ જ હું પસંદ કરું છું. એટલે જ મારા બધાં પાત્રો આજ સુધી મારી ઉંમરથી ઘણાં વડીલ રહ્યા છે. પણ એ પાત્રોનું ઊંડાણ, તેમનું જીવનદર્શન મને ખેંચે છે. એટલે ઉમરનો તફાવત મારા અને મારા પાત્ર વચ્‍ચે કયારેય દીવાલ બની જ નથી. એ એક્‍ટર જ નથીラએ એક સંવેદનશીલ યાત્રિક છે, જે દરેક પાત્રમાં પોતાની જાતને જુએ છે, અને દરેક દ્રશ્‍યમાં જીવતી જાગતી લાગણીઓનું નવું જ નાટક રચે છે. જીજ્ઞા વ્‍યાસની અભિનય કળાથી શોભિત, આ નાટક એવુ છે જે રેલગાડીનાં ડબ્‍બામાં વહેતી હળવી, રમુજી વાતચીતોથી શરૂ થઈનેસ્ત્રીના આંતરિક જગતને એક નાજુકતાથી ઉજાગર કરે છે.પણ ખાસ વાત એ છે કેラઆ નાટક ફક્‍તસ્ત્રીઓ વિશે નથી. આ તો એ દરેક પુરુષની વાત કરે છે, જેસ્ત્રીના ભાવજગતથી સંકળાયેલા છે, પણ સમાજના ‘‘ચૂપ રહો''સંસ્‍કાર હેઠળ પોતાની સમજણ છુપાવી દે છે.આ નાટક એક મજેદાર સફર જેવી છેラટ્રેનના ડબ્‍બામાં શરૂ થતા નિર્દોષ સંવાદો ખૂબ જ શીઘ્ર એવા ગંભીર વળાંક લે છે, અને પ્રેક્ષકને જીવનના વરવાં પડછાયાંઓ તરફ દોરી જાય છે.સ્ત્રીની જટિલ લાગણીઓ, કંટકમય અનુભવો અને આંતરિક ઊંડી લડાઈઓને ખૂણેખાંચરે સમજાવતું આ નાટક, અંતે તમારા મનમાં એક સ્‍થિર શાંતિ અને ઊંડો સંદેશો છોડી જાય છે. લાઈવ સંગીત અને નળત્‍યના સુમેળથી આ નાટક માત્ર દેખાવમાં જ નહીં, અનુભવમાં પણ એક મજબૂત શિલ્‍પ બની જાય છેラજ્‍યાં ભાવનાઓ ધબકતી હોય, અને સમજણ અંધારામાંથી પ્રકાશ તરફ પગલાં ભરે છે .તો તૈયાર છો ને?એક એવી ટ્રેનમાં સવાર થવા જે તમારા વિચારોની મર્યાદાઓને પાર કરી જશે.

 નાટકનો એક માત્ર પ્રયોગ તા. ૩ મે, શનિવાર , રાત્રે ૯.૩૦ કલાકે હેમુ ગઢવી હોલ રાજકોટ ખાતે થશે. ટિકિટ બુકીંગ માટે કોલ અથવા વોટ્‍સએપયઃ ૯૦૨૩૨૮૨૪૦૭, અથવા બુકમાઇશો. સારી ટિકિટો બહુ ઓછી બાકી રહી હોઈ, હેમુ ગઢવી હોલ ટિકિટ વિન્‍ડો થી સવારે ૧૦ વાગ્‍યા થી ૨ વાગ્‍યા સુધી અને સાંજે ૪ થી ૮ વાગ્‍યા સુધીમાં રૂબરૂ ટિકિટ લેવી હિતાવહ છે.

વિદેહી એન્‍ટરટેઇન્‍મેન્‍ટ આયોજિત ઓહ!! વુમનિયા નાટકના આધારસ્‍તંભોમાં સૌ પ્રથમ નામ હંમેશ મુજબ પથદર્શક એવા અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને દીવાદાંડી સમાન શ્રી નિમિષભાઇ ગણાત્રાનું તથા સમગ્ર અકિલા પરિવારનું છે. સાથેપ્રભુ તોહ બાય પ્રભુ ગ્રુપ ,એપલ બેસન, અર્જુન જવેલર્સ, ડબલ હાથી મસાલા અને સરાઝા હોટેલ અને સોશ્‍યલ મીડિયા પાર્ટનર તરીકે આપણું રાજકોટ , આ નાટક તમારા સુધી લાવવા માટે અમારા હમસફર બન્‍યા છે. તો રાજકોટ ઝડપથી ટિકિટ બુક કરાવજો કારણકે હવે સારી સારી ટિકિટો ઓછી બાકી રહી છે.(૩૮.૧૧)

(10:26 AM IST)