<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

હિરાસર એરપોર્ટમાં અનેક ખામીઓઃ એસી બંધ હાલતમાં ૮૦ જેટલા CCTV કેમેરા બંધઃ નેટવર્કનો પ્રોબ્‍લેમઃ ડો.ગોૈરાંગ જોશી

ખાણી પીણીને લગતા અનેક પ્રશ્નોઃ મોબાઇલ ચાર્જિગના ઓછા પ્‍લગઃ ડોકટરે વ્‍યથા ઠાલવીઃ રાજકોટના આયુર્વેદ ડોકટરે વિડિયો વાયરલ કર્યોઃ એરપોર્ટ ઇન્‍ટરનેશનલ કક્ષાનું છે જ નહી!!

રાજકોટ, તા.૨: રાજકોટમાં બનેલું હીરાસર ઈન્‍ટરનેશનલ એરપોર્ટ વધુ એક વખત ચર્ચામાં આવ્‍યું છે. રાજકોટ હીરાસર ઈન્‍ટરનેશનલ એરપોર્ટમાં અનેક ખામીઓને લઈને એક ડોક્‍ટર દ્વારા વીડિયો વાયરલ કરવામાં આવ્‍યો છે. ઈન્‍ટરનેશનલ એરપોર્ટમાં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અનેક વખત અલગ અલગ મુસાફરો દ્વારા વીડિયો વાયરલ કરવામાં આવ્‍યા હતા. કેન્‍દ્ર સરકાર દ્વારા હીરાસર ઈન્‍ટરનેશનલ એરપોર્ટ રાજકોટમાં બનાવવામાં આવ્‍યું છે.આયુર્વેદ ડોક્‍ટર ગૌરાંગ જોશી વીડિયો બનાવ્‍યો છે કે ઈન્‍ટરનેશનલ એરપોર્ટ કેવું હોવું જોઈએ તે બાબતે પણ ડોક્‍ટર દ્વારા વીડિયોમાં વાત કરવામાં આવી રહી છે.

હાલમાં ભારે ગરમી હોવાના કારણે તાપમાનનો પારો ઉંચો હોવા છતાં હીરાસર એરપોર્ટમાં એસી બંધ હાલતમાં છે તો મોબાઈલ ચાજિંગના ઓછા પ્‍લગ છે, નેટવર્ક પ્રોબ્‍લેમ, ખાણીપીણીને લગતા અનેક પ્રશ્‍નોને લઈને ડોક્‍ટરે પોતાની વ્‍યથા ઠાલવી છે. ઈન્‍ટરનેશનલ એરપોર્ટ કેવું હોય અને રાજકોટનું એરપોર્ટ કેવું છે તેનો તફાવત ડોક્‍ટરે વીડિયોમાં જણાવ્‍યો છે.

તમને જણાવી દઈએ કે આ પહેલ પણ રાજકોટનું હીરાસર એરપોર્ટ વિવાદમાં આવ્‍યું હતું. જેમાં ઈન્‍ટરનેશનલ એરપોર્ટના CCTVકેમેરા બંધ જોવા મળ્‍યા હતા. બે દિવસથી ૮૦ જેટલા CCTV કેમેરા બંધ હાલતમાં હતા. સમગ્ર બાબતની ઉડ્ડયન મંત્રાલયને જાણ કરાઈ હતી. બે દિવસ સુધી ઈન્‍ટરનેશનલ એરપોર્ટના ૮૦ જેટલા સીસીટીવી કેમેરા બંધ છે તેમ સુત્રોએ જણાવ્‍યું હતું. તેમાં ટેક્રિકલ કારણોસર કેમેરા બંધ રહ્યા હતા.

(12:00 PM IST)