તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd May 2025
રવિવારે કિશોર કુમાર અને કુમાર શાનુના ગીતોની રમઝટ જામશે
‘‘કિશોરકુમાર-શાનુ બોલીવૂડ હીટસ'' શીર્ષક હેઠળ શિવા ફ્રેન્ડઝ મ્યુઝિકલ ગ્રુપ દ્વારા લાઈવ ઓરકેસ્ટ્રા સાથે સંગીતનો કાર્યક્રમઃ રાજકોટ અને મહારાષ્ટ્રના ગાયક કલાકારો 36 જેટલા ગીતો રજૂ કરશેઃ સંગીત પ્રેમીઓને આમંત્રણ

રાજકોટઃધ્યાનવી શુક્લ(રાજકોટ) તથા મહેશ શેટે અને(ચીન્ચાવડ, પુત્ર) પ્રેરીત શિવા-ફ્રેન્ડઝ મ્યુઝીકલ ગ્રુપ રાજકોટ દ્વારા ગુજરાત તેમજ મહારાષ્ટ્રના સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે તા.4 રવિવારના રોજ રાજકોટ ઈન્જીનીયરીંગ અસ્સોસિએશન હોલ, ભક્તિનગર ખાતે સાંજે 6:30 કલાકે ‘‘કિશોરકુમાર-શાનુ- બોલીવુડ હીટ્સ'' શિર્ષક હેઠળ દરેકના હૈયામાં વસેલા કિશોર કુમાર શાનુના ગીતોનો મન્સુશર અલીના મેલોડી કલર્સ લાઈવ એકસ્ટ્રા સાથે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે.
જેમાં સિંગરો ધ્યાનવી શુક્લ, કિરણ ઝાલા, સંજય ઝાલા, હિરેન રાવલ, ધવલ થાનકી, અમિત કટેશિયા, કરણ શુક્લ(રાજકોટ) ઉપરાંત ખાસ રાજકોટની સુરીલી જનતા માટે ખાસ પુનાથી ફ્રેન્ડઝ મ્યુઝીકલ ગ્રુપના આયોજક મહેશ શેટે અને જયા શેટે(પુના), શુશીર વર્મા(પુના), સંધ્યા મૈસ્કર (હૈદરાબાદ), સંગીતા કીન્હલકર (નાંદેડ), સંધ્યા કલાકાર (સંભાજીનગર), પ્રશાંત મુઢોલકર(મુંબઈ), પ્રજ્વલ શેટે (પુના), પોતાની સર્વોત્તમ પસંદગી રજૂ કરવાના છે. તેમજ કાર્યક્રમનાં ઉદ્ઘોષિકા તરીકે પુનાથી શ્રીમતી નિરાલી માંકડ રહેવાના છે. તેમજ સાથે સાથે શ્રીમતી જહાન્વી જાની ડાન્સ પર્ફોર્મન્સ રજૂ કરવાના છે.
રાજકોટની સંગીતપ્રેમી જનતાને આ અનોખા કાર્યક્રમમાં સમયસર સાંજે 6:30 કલાકે રાજકોટ ઈન્જીનીયરીંગ એસોસીએશન હોલ, ભક્તિનગર ખાતે પહોંચી જવા વિનંતી કરાઈ છે
(2:27 PM IST)










