તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd May 2025
મારામારી, હત્યા, હત્યાની કોશિષ, દારૂ સહિત ૧૦ ગુનામાં સામેલ હિરેન પાસામાં
આંબેડકરનગરના શખ્સને ભાવનગર જેલમાં ધકેલાયોઃ માલવીયાનગર પીઆઇ જે. આર. દેસાઇ, પીએસઆઇ ગજેરા અને ટીમે વોરન્ટ બજવણી કરી

રાજકોટ તા. ૨: શહેર પોલીસ કમિશનરે વધુ એક શખ્સને પાસા તળે જેલહવાલે કર્યો છે. ૧૫૦ ફુટ રીંગ રોડ પર આંબેડકરનગર-૫માં રામદેવપીરના મંદિર પાસે રહેતાં હિરેન ગોવિંદભાઇ પરમાર (ઉ.વ.૨૮)ને પાસામાં ધકેલવાની દરખાસ્ત જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી. જે. ચોૈધરીની રાહબરીમાં માલવીયાનગર પોલીસે મુકી હતી. જેને બ્રજેશકુમાર ઝાએ મંજુર કરી વોરન્ટ ઇશ્યુ કરતાં ભાવનગર જેલમાં ધકેલાયો છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ હિરેન પરમાર વિરૂધ્ધ વર્ષ ૨૦૧૪થી ૨૦૨૫ સુધીના સમયગાળામાં પ્ર.નગર, તાલુકા પોલીસ સ્ટેશનમાં દારૂ, મારામારીના ગુના અને માલવીયાનગરમાં મારામરી, હત્યાની કોશિષ, હત્યા સહિતના ૧૦ ગુના નોંધાઇ ચુક્યા છે. તેમજ અગાઉ બે વખત તે પાસામાં પણ જઇ આવ્યો હતો. શરીર સંબંધી ગુનાઓની ટેવ ધરાવતાં શખ્સોને પાસામાં ધકેલવાની ઝુંબેશ અંતર્ગત હિરેન સામે પાસાનું શષા ઉગામાયું છે.
માલવીયાનગર પીઆઇ જે. આર. દેસાઇ, પીએસઆઇ ડી. એસ. ગજેરા, એએસઆઇ શૈલેષભાઇ ખીહડીયા, હિરેનભાઇ પરમાર, હેડકોન્સ. મહેશભાઇ રૂદાતલા, અજયભાઇ વિકમા, દિનેશભાઇ બગડા, કોન્સ. મનિષભાઇ, ચિત્રકેતુસિંહ, ભાવેશભાઇ, મયુરદાન, અમરદિપસિંહ, પીસીબીના રાજુભાઇ દહેકવાલ, ઇન્દ્રજીતસિંહ સિસોદીયાએ વોરન્ટ બજવણી કરી હતી.
(2:28 PM IST)










