<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

આજી જીઆઈડીસી પાસે પોલીસે પીછો કરી રૂા.૧૮ હજારના દારૂ ભરેલી કાર ઝડપી લીધી

આજીડેમ પોલીસના કોન્‍સ. જગદીશસિંહ પરમારની બાતમીઃ રાહુલ ભેંસજાળીયાની શોધખોળ

રાજકોટ, તા.૨: શહેરના આજી જી.આઈ.ડી.સી. રોડ પર આવેલા કારખાના પાસેથી આજીડેમ પોલીસે પીછો કરી રૂા.૧૮ હજારના વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી લઈ ચાલકની શોભખોળ હાથધરી છે.

મળતી વિગત મૂજબ ગ્રીનલેન્‍ડ ચોકડીથી આજીડેમ ચોકડી તરફ વિદેશી દારૂ ભરેલી કાર પસાર થવાની હોવાની આજીડેમ પોલીસના કોન્‍સ. જગદીશસિંહ પરમારને બાતમી મળતા સ્‍ટાફ સાથે વોચમાં હતા, ત્‍યારે ત્‍યાંથી પસાર થતી એક સીલ્‍વર કલરની કાર પસાર થતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કરતા ચાલક કાર લઈને ભાગતા પોલીસે તેનો પીછો કરતા ચાલકે કાર પૂરઝડપે ચલાવી ખોખડદળ પુલ નીચેથી આજીડેમ ચોકડી તરફ જવાના સર્વીસ રોડ પર ચાલકે કાબુ ગુમાવતા અન્‍ય વાહન સાથે કાર અથડાવ્‍યા બાદ આજી જી.આઈ.ડી.સી. રોડ એક કારખાના પાસે ચાલક રાહુલ ભેંસજાળીયા કારરેઢી મૂકી ભાગી ગયો હતો. પોલીસે તલાશ લેતા કારમાંથી રૂા.૧૮૦૦૦ની કિંમતની દારૂની ૩૬ બોટલ મળી આવતા પોલીસે દારૂ અને કારમળી રૂા.૪.૧૮ લાખનો મુદ્દામાલ કબ્‍જે કરી ચાલક રાહુલ ભરતભાઈ ભેંસજાળીયાની શોધખોળ હાથધરી છે. આ કામગીરી એ.એસ.આઈ. રવીભાઈ વાંક, કોન્‍સ. જગદીશસિંહ પરમાર અને મહેશભાઈ કોડીવાળ દ્વારા કરવામાં આવી હતી.

(4:35 PM IST)