<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

પત્રકારત્‍વ લોકશાહીનું મજબૂત સ્‍તંભ... સત્‍ય, જાગૃતિ, નિર્ભય અને પારદર્શિતાનું પ્રતીક

કાલે ડિજિટલ અને સોશિયલ મીડિયાના યુગમાં પત્રકારત્‍વ આશીર્વાદરૂપ સાથે પડકારરૂપ : 3 મે 2025, વિશ્‍વ પત્રકાર સ્‍વતંત્રતા દિવસ

રાજકોટ, તા.2:   3 મે એટલે ‘‘વિશ્‍વ પત્રકાર સ્‍વતંત્રતા દિવસ''. પત્રકારત્‍વની સ્‍વતંત્રતા, અભિવ્‍યક્‍તિની સ્‍વતંત્રતા અને લોકશાહી માટે પત્રકારોની ભૂમિકા અંગે જાગૃતિ ફેલાવવા માટે મનાવવામાં આવે છે.

   વર્ષ 2025 ની થીમ ‘‘કળત્રિમ બુદ્ધિના યુગમાં માહિતી એક જાહેર સ્‍ત્રોત'' ( Information as a Public Good in the Age of AI ) રાખવામાં આવી છે. આ થીમમાં કળત્રિમ બુદ્ધિ (AI) અને તેની માહિતી પ્રાપ્‍યતા અને પ્રસારણમાં તેમની ભૂમિકા પર વિશેષ ધ્‍યાન કેન્‍દ્રિત કરવામાં આવ્‍યું છે, જે આધુનિક પત્રકારત્‍વ માટે મહત્‍વપૂર્ણ વિષય છે.

  1852માં કરસનદાસ મૂળજીએ શરૂ કરેલ ‘સત્‍યપ્રકાશ' અને 1864માં નર્મદે શરૂ કરેલ ‘ડાંડિયો' પત્રકારત્‍વ એ સમાજ સુધારા માટે ઇતિહાસ રચ્‍યો હતો. આ પત્રો આજીવિકા માટે નહિ, પણ સમાજ ઉત્‍થાનના મિશનથી જ ચાલેલાં.

   1880માં ઇચ્‍છારામ દેસાઈના તંત્રીપદ હેઠળ ‘ગુજરાતી'ના પ્રારંભ સાથે ગુજરાતી પત્રકારત્‍વનો એક નવો યુગ શરૂ થયો હતો.

   3 મે, 1991ના રોજ નમીબિયાના વિન્‍ડહૂક શહેરમાં આફ્રિકન પત્રકારોએ મળીને ‘‘વિન્‍ડહૂક ડિક્‍લેરેશન'' જાહેર કર્યું, જેમાં મુક્‍ત અને સ્‍વતંત્ર પત્રકારત્‍વ માટેની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો. આ ડિક્‍લેરેશન પત્રકાર સ્‍વતંત્રતા માટેનો મહત્‍વપૂર્ણ ઐતિહાસિક દસ્‍તાવેજ છે.

   1993 માં સંયુક્‍ત રાષ્ટ્ર મહાસભાએ  3 મે ને ‘‘વિશ્વ પત્રકાર સ્‍વતંત્રતા દિવસ‘‘ તરીકે ઘોષિત કર્યો હતો,અને ત્‍યારથી આ દિવસ ને પત્રકારત્‍વ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

    પત્રકારત્‍વ (Journalism) એ આધુનિક સભ્‍યતાનો એક મુખ્‍ય વ્‍યવસાય છે. જેમાં સમાચારોનું એકત્રિકરણ, લેખન, સંપાદન, પ્રસ્‍તુતિ, મુદ્રીકરણ, પ્રકાશન કે પ્રસારણ વગેરે બાબતોનો સમાવેશ થાય છે.

વર્તમાન સમયમાં પત્રકારો માટે સામાજિક માધ્‍યમો, શું ભૂમિકા ભજવે છે...

(1) ઝડપી અને વ્‍યાપક માહિતી પ્રસારણઃ 

   પત્રકારો સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ્‍સ જેમ કે, ટ્‍વિટર, ફેસબુક, ઇન્‍સ્‍ટાગ્રામ વગેરેનો ઉપયોગ કરીને તાજા સમાચાર અને માહિતી તરત જ લોકો સુધી પહોંચાડે છે. આથી સમાચાર ઝડપથી અને વ્‍યાપક પ્રમાણમાં ફેલાય છે.

(2) ઇન્‍ટરેક્‍ટિવ અને પ્રતિસાદમૂલક સંવાદઃ

  સામાજિક માધ્‍યમો દ્વારા પત્રકારો સીધા વાચકો અને દર્શકો સાથે સંવાદ કરી શકે છે, તેમના પ્રશ્નો અને ટિપ્‍પણીઓનો જવાબ આપી શકે છે, જે પત્રકારત્‍વને વધુ પારદર્શક અને પ્રજાસત્તાક બનાવે છે.

(3) વિડિઓ, ફોટા અને લાઇવ સ્‍ટ્રીમિંગઃ 

   પત્રકારો હવે સમાચારને માત્ર લખાણમાં નહીં, પણ વિડીયો, ફોટા અને લાઇવ સ્‍ટ્રીમિંગ દ્વારા પણ પ્રસારિત કરે છે, જે વધુ આકર્ષક અને અસરકારક હોય છે.

(4) સામાજિક મુદ્દાઓ પર જાગૃતિઃ 

   સામાજિક માધ્‍યમોનો ઉપયોગ કરીને પત્રકારો માનવ અધિકાર, પર્યાવરણ, આરોગ્‍ય અને અન્‍ય સામાજિક મુદ્દાઓ પર જાગૃતિ ફેલાવે છે અને લોકોમાં સકારાત્‍મક પરિવર્તન લાવવા પ્રયત્‍ન કરે છે.

(5) ફેક ન્‍યૂઝ સામે લડતઃ

   પત્રકારો સામાજિક માધ્‍યમો પર ફેક ન્‍યૂઝ અને ભ્રામક માહિતી સામે સાવચેત રહેતા, સાચી અને નિર્ભય માહિતી પ્રસારિત કરવા પર ભાર મૂકે છે.

(6) ટેકનોલોજી અને ડેટા ઉપયોગઃ 

   પત્રકારો ડિજિટલ ટૂલ્‍સ અને ડેટા એનાલિટિક્‍સનો ઉપયોગ કરીને વધુ સચોટ અને વિશ્‍લેષણાત્‍મક સમાચાર તૈયાર કરી શકે છે.

(7) નવી ટેકનોલોજીથી માહિતી ઝડપથી ફેલાય છેઃ

પણ આ સાથે ફેક ન્‍યૂઝ અને ભ્રામક માહિતીનું પ્રમાણ પણ વધી ગયું છે, જે પત્રકારત્‍વની વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડે છે.

   પત્રકાર કેવી રીતે સમાજ ઉપયોગી થઈ શકે...

(1)  સત્‍ય અને નિર્ભય માહિતી પ્રસારિત કરીને લોકોમાં જાગૃતિ લાવી શકે.

(2)  સામાજિક ન્‍યાય, હક્કો, સામાજિક મુદ્દાઓ, માનવ અધિકારો, પર્યાવરણ, અને વિકાસ માટે અવાજ ઉઠાવી શકે.

(3)  ભ્રષ્ટાચાર, અન્‍યાય અને દુષ્‍પ્રવૃત્તિઓ સામે લડવામાં મદદરૂપ બની શકે.

(4)  શૈક્ષણિક અને સાંસ્‍કળતિક વિકાસ માટે માહિતી અને જ્ઞાન પ્રદાન કરી શકે.

(5)  લોકશાહી અને સમાજમાં પારદર્શિતા જાળવવામાં યોગદાન આપી શકે.

    વર્તમાન સમયમાં પત્રકારોની ભૂમિકા કેવી રીતે બદલાઈ રહી છે...? જેમાં મુખ્‍યત્‍વે...

*  ડિજિટલ અને સોશિયલ મીડિયા પ્રભાવઃ 

   પત્રકારો હવે માત્ર પરંપરાગત પ્રિન્‍ટ અને ટેલિવિઝન માધ્‍યમમાં જ નહીં, પરંતુ ડિજિટલ પ્‍લેટફોર્મ અને સોશિયલ મીડિયા પર પણ કાર્યરત છે. આથી માહિતી ઝડપથી અને વ્‍યાપક રીતે ફેલાય છે, પણ સાથે જ ફેક ન્‍યૂઝ અને ભ્રામક માહિતીનો પડકાર પણ વધ્‍યો છે.

*  જવાબદારી અને પારદર્શિતા વધારવીઃ 

   આધુનિક પત્રકારત્‍વમાં વધુ જવાબદારી અને પારદર્શિતા આવશ્‍યક બની છે. પત્રકારો માત્ર સમાચાર આપતા નથી, પણ માહિતીની તપાસ અને સત્‍યતાની ખાતરી પણ કરવી પડે છે.

*  મલ્‍ટીમીડિયા અને ઇન્‍ટરેક્‍ટિવ પત્રકારત્‍વઃ 

   પત્રકારો હવે વિડિયો, ઑડિયો, ઇન્‍ટરેક્‍ટિવ ગ્રાફિક્‍સ અને લાઇવ સ્‍ટ્રીમિંગ જેવા માધ્‍યમોનો ઉપયોગ કરીને વધુ સચોટ, આકર્ષક અને અસરકારક રીતે માહિતી પ્રસારિત કરે છે.

*  સામાજિક અને નૈતિક જવાબદારીઃ 

   પત્રકારો હવે સામાજિક ન્‍યાય, માનવ અધિકારો, પર્યાવરણ જેવા મુદ્દાઓ પર વધુ ધ્‍યાન આપે છે અને સમાજમાં સકારાત્‍મક પરિવર્તન લાવવાનો પ્રયાસ કરે છે.

*  આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સ (AI) અને ટેકનોલોજીનો ઉપયોગઃ 

   નવી ટેકનોલોજી અને AI પત્રકારત્‍વમાં જડપી અને મહત્‍વની ભૂમિકા ભજવી રહેલ છે. જે માહિતી સંશોધન અને પ્રસારણને વધુ અસરકારક બનાવે છે.

    વર્તમાન સમયમાં પત્રકારોને કયા પડકારોનો સામનો કરવો પડી રહ્‍યો છે....

*  પત્રકારો પર રાજકીય દબાણ, સેન્‍સરશિપ, અને સલામતીના જોખમો વધ્‍યા છે.

* નવી ટેકનોલોજી થી સ્‍વતંત્રતા અને કાર્યક્ષમતા પર ગંભીર અસર પડી છે.

* નવી ટેકનોલોજી સાથે સાથે ફેક ન્‍યૂઝ, ડેટા પ્રાઇવસી અને હેકિંગ જેવા પડકારો પણ વધી રહ્‍યા છે.

* સાઈબર ક્રાઈમની ગંભીર અસરો, જેને પત્રકારોએ ધ્‍યાનમાં રાખવી ખૂબ જરૂરી બની છે.

    નકારાત્‍મક પત્રકાર કોને કહી શકાય ...

(1) જે પત્રકાર તથ્‍યોને વિખૂટા પાડીને ખોટી, ભ્રામક અથવા પક્ષપાતી માહિતી પ્રસારિત કરે.

(2) જે પત્રકાર પોતાની વ્‍યક્‍તિગત લાલચ, રાજકીય અથવા આર્થિક ફાયદા માટે માહિતી છુપાવે કે મોડી પ્રસારિત કરે.

(3) જે પત્રકાર સેન્‍સરશિપ અને દબાણ હેઠળ કામ કરે અને સ્‍વતંત્રતા ગુમાવે.

(4) જે પત્રકાર હેટ સ્‍પીચ, ફેક ન્‍યૂઝ અને ભ્રમજનક માહિતી ફેલાવે.

   નકારાત્‍મક પત્રકારત્‍વ થી થતાં નુકશાન...

*  સમાજમાં ભ્રમ અને ગેરસમજ ફેલાવે છે.

*  લોકશાહીના મૂલ્‍યોને નુકશાન પહોંચાડે છે.

*  લોકોમાં અવિશ્વાસ અને વિભાજન ઊભું કરે છે.

* સત્તાધીશો અને શાસકોને જવાબદાર બનાવવામાં અવરોધ પેદા કરે છે.

*  સામાજિક શાંતિ અને એકતા માટે ખતરો બને છે.

   વર્તમાન સમયમાં પત્રકારનો રોલ સત્‍ય અને નિર્ભય માહિતી પ્રસારિત કરીને સમાજમાં જાગૃતિ લાવવાનો છે. પત્રકારત્‍વ લોકશાહીનું મજબૂત સ્‍તંભ છે અને સમાજ માટે ઉપયોગી સાબિત થાય છે. જ્‍યારે નકારાત્‍મક પત્રકારત્‍વથી સમાજમાં ભ્રમ અને વિભાજન ફેલાય છે, જે લોકશાહીને નુકશાન પહોંચાડે છે. તેથી પત્રકારોએ નૈતિકતા અને જવાબદારી સાથે કાર્ય કરવું જરૂરી છે.

    આજના યુગમાં પત્રકારત્‍વના અનેક પ્રકાર છે જેમાં એક ‘‘ પીળું પત્રકારત્‍વ'' એટલે પૈસા પડાવવાનું હથિયાર એવું માનવામાં આવે છે. પશ્‍ચિમના દેશોમાં પીળું પત્રકારત્‍વ એટલે વાંચકો, દર્શકો, શ્રોતા વધારવા થતું સનસનાટીભર્યું અને ઉશ્‍કેરણીજનક પત્રકારત્‍વ. અહીંનું પીળું પત્રકારત્‍વ એટલે કોઈના વિશેની અંગત જાણકારી મેળવી તેને બ્‍લેકમેઈલિંગ કરવું, પૈસા પડાવવા એવું માનવામાં આવે છે.

    વિશ્વ પત્રકાર સ્‍વતંત્રતા દિવસના મુખ્‍ય ઉદ્દેશો ક્‍યાં છે...?

*  પ્રેસની સ્‍વતંત્રતા પ્રોત્‍સાહિત કરવી.

*  લોકોમાં જાગૃતિ લાવવી.

*  લોકશાહીના મૂલ્‍યોની રક્ષા કરવી.

*  પત્રકારત્‍વની સ્‍વતંત્રતા અને અભિવ્‍યક્‍તિની સ્‍વતંત્રતા માટે સરકારો અને સમાજને જવાબદાર બનાવવા.

*  પત્રકારો ઉપર થતા હુમલાઓ, સેન્‍સરશિપ અને દમન સામે અવાજ ઉઠાવવો અને સુરક્ષા પ્રદાન કરવી.

*  પત્રકારત્‍વના વ્‍યાવસાયિક નૈતિકતાના મુદ્દાઓ પર ચર્ચા કરવી.

*  પોતાની ફરજ બજાવતા જીવ ગુમાવનારા પત્રકારોને શ્રદ્ધાંજલિ આપવી મુખ્‍ય છે.

  આ દિવસ નું મહત્‍વ...

  પત્રકારો સમાજના વૉચડૉગ તરીકે કામ કરે છે, સત્‍ય બહાર લાવે છે અને સત્તાધીશોને જવાબદાર બનાવે છે. વિશ્વના અનેક દેશોમાં હજુ પણ પત્રકારો સામે દમન, સેન્‍સરશિપ અને હિંસા થાય છે, તેથી આ દિવસ પત્રકાર સ્‍વતંત્રતાની સતત રક્ષા માટેની જરૂરિયાતને રેખાંકિત કરે છે.

    વર્તમાન સમયમાં પત્રકારો સામાજિક માધ્‍યમોને ઝડપી, વ્‍યાપક અને ઇન્‍ટરેક્‍ટિવ માહિતી પ્રસારણ માટે ઉપયોગ કરી રહ્‍યા છે. આ માધ્‍યમો દ્વારા તેઓ વધુ સંવાદી, જવાબદાર અને સામાજિક રીતે સજાગ પત્રકારત્‍વનું પ્રદર્શન કરે છે, જેથી સમાજ માટે વધુ ઉપયોગી સાબિત થઇ રહ્‍યો છે.

    વર્તમાન સમયમાં પત્રકારોની ભૂમિકા માત્ર સમાચાર પ્રસારણ સુધી મર્યાદિત નથી રહી, તે હવે ડિજિટલ યુગમાં ટેકનોલોજી અને સામાજિક જવાબદારી સાથે જોડાઈને વધુ વ્‍યાપક, જવાબદાર અને ઇન્‍ટરેક્‍ટિવ બની રહી છે. આ બદલાવ પત્રકારત્‍વને વધુ અસરકારક અને સમયસૂચક બનાવે છે, પણ સાથે જ નવા પડકારો પણ લાવે છે.

    નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને પત્રકારો વધુ ઝડપી, સુરક્ષિત, સચોટ અને પ્રભાવશાળી રીતે કામ કરી રહયા છે. આ બદલાવ પત્રકારત્‍વને આધુનિક યુગ માટે વધુ અનુકૂળ અને અસરકારક બનાવી રહયો છે.

   નવી ટેકનોલોજી પત્રકારત્‍વને ઝડપી અને વ્‍યાપક બનાવતી હોવા છતાં, ભાષા સંબંધિત અડચણો, ફેક ન્‍યૂઝ, સેન્‍સરશિપ, વ્‍યવસાયિક દબાણ અને ડેટા સુરક્ષા જેવા પડકારો પણ લાવે છે. પત્રકારોને આ પડકારોને સમજીને ટેકનોલોજી સાથે તાળમેળ બેસાડવો અને ગુણવત્તાવાળું, સ્‍વતંત્ર પત્રકારત્‍વ જાળવવું જરૂરી બન્‍યું છે.

   વિશ્વ પત્રકાર સ્‍વતંત્રતા દિવસ માત્ર પત્રકારો માટે જ નહિ, પણ સમગ્ર સમાજ માટે મહત્‍વપૂર્ણ છે. આ દિવસ પત્રકારત્‍વની સ્‍વતંત્રતા, માહિતી સુધી પહોંચ અને અભિવ્‍યક્‍તિની સ્‍વતંત્રતાની રક્ષા માટે વૈશ્વિક પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.

   1948ના માનવ અધિકારોના સર્વભૌમત્‍વ અનુચ્‍છેદ 19 હેઠળ તેના મુખ્‍ય ઉદ્દેશ્‍ય છેラપ્રેસની સ્‍વતંત્રતા, અભિવ્‍યક્‍તિની સ્‍વતંત્રતા નું રક્ષણ અને પત્રકારોની સુરક્ષા માટે જાગૃતિ ફેલાવવી, સરકારોને તેમના કર્તવ્‍યની યાદ અપાવવી અને લોકશાહી મૂલ્‍યોનું રક્ષણ કરવુ છે.

    યુનેસ્‍કો દર વર્ષે આ દિવસે ‘‘યુનેસ્‍કો/ગિલર્મો કાનો વર્લ્‍ડ પ્રેસ ફ્રીડમ પ્રાઈઝ''આપે છે, જે એવા પત્રકાર અથવા સંસ્‍થાને આપવામાં આવે છે, જેમણે પત્રકાર સ્‍વતંત્રતા માટે અસાધારણ યોગદાન આપ્‍યું હોય, ખાસ કરીને જોખમના સમયે તેમને આ પ્રાઈસ આપી સન્‍માનિત કરવામાં આવે છે.

 

પ્રાસંગિક

બાબુભાઇ મેનપરા

નિવૃત્ત BSNL અધિકારી

 

(4:35 PM IST)