તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd May 2025
જમીન-મકાનમાં ઘેરી મંદીઃ રાજકોટના ૧૮ ઝોનમાં એપ્રિલમાં માત્ર ૧૩ હજાર દસ્તાવેજો થયા
માર્ચની સરખામણીએ ૨૮૦૦ દસ્તાવેજો ઓછાઃ સરકારને આવકમાં ૧૯ કરોડનું ગાબડૂ

રાજકોટ તા.૨: આવનારી નવી જંત્રી તથા દ્વારા એપ્રિલ મહિનામાં એટલે કે ૨૦૨૫-૨૬ના નવા નાણાકિય વર્ષમાં રાજકોટ શહેર-જીલ્લામાં ૧૮ જેટલી ઝોનમાં અંદાજી ૨૮૦૦ થી વધુ દસ્તાવેજો ઓછા નોંધાતા સરકારને સ્ટેમ્પ ડયૂટી અને રજીસ્ટ્રેશન ફીની આવકમાં મોટુ ગાબડૂ પડયાનું સબ રજીસ્ટ્રાર કચેરીના અધિકારી સુત્રોએ ઉમેર્યુ હતું.
સુત્રોએ ઉમેર્યુ હતું કે રાજકોટ શહેર જીલ્લામાં માર્ચ મહિનામાં ૧૫૮૯૫ દરસ્તાવેજો નોંધાયા હતા, જયારે એપ્રીલ મહિનામાં ૧૩૦૪૩ દસ્તાવેજ થયા છે, સરકારને એપ્રિલ મહિનામાં ૮૩ કરોડની આવક થઇ છે, જે માર્ચ મહિનામાં ૧૦૨ કરોડની હતી, ૧૯ કરોડનું ગાબડૂ પડયું છે., સોૈથી વધુ દસ્તાવેજ મોરબી રોડ ઝોનમાં ૧૭૦૮ તો સોૈથી ઓછા વીછીંયા ક્ષેત્રમાં ૮૧ દસ્તાવેજો નોંધાયા છે. અન્ય ઝોન જોઇએ તો મવડી-૧૩૯૯, રાજકોટ સીટી- ૮૯૩, કોઠારીયા-૮૮૯ રતનપર-૮૬૧, રૈયા-૮૪૫, નાના મવા-૮૩૦, રાજકોટ તાલુકા-૮૧૧, ગોંડલ-૧૧૫૩, લોધીકા-૮૪૦, જેતુપર-૬૯૨ જસદણ-૪૭૮, કોટડાસાંગાણી-૪૩૪, ઉપલેટા-૪૩૩, ધોરાજી-૩૩૭, પડધરી-૨૩૮, જામકંડોરણા ઝોનમાં-૧૧૫ દસ્તાવેજો નોંધાયા છે. (૩.૧૪)
(4:38 PM IST)










