<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

કાલે NDDB ખાતે કલેકટર કોન્‍ફરન્‍સ

રાજકોટ કલેકટર રજા ઉપર હોય જો તેઓ હાજર નહિ રહે તો એડી. કલેકટર રીપોર્ટ આપશે

ᅠરાજકોટ તા.૨: રાજકોટ કલેકટર પ્રભવ જોશી આજે રજા પર ગયા છે તેઓ સોમવારે હાજર થાય તેવી શકયતા છે. અત્‍યારે કલેકટર રજા પર હોવાના કારણે સંભવિત એડીશ્‍નલ કલેકટર હાલની કોન્‍ફરન્‍સમાં હાજરી આપે તેવી શકયતા છે.

કલેકટરોની કોન્‍ફરન્‍સ આવતીકાલે સવારે ૧૦ આણંદ ખાતે અમુલ ડેરી ખાતે રાખવામાં આવી છે. જેમાં રાજયના તમામ કલેકટરો હાજર રહેશે

આ વખતે મુખ્‍ય સચિવે ગાંધીનગરની બદલે કલેકટર કોન્‍ફરન્‍સનું સ્‍થળ બદલ્‍યું છે. આ કલેકટર કોન્‍ફરન્‍સમાં ખાસ કરીને આવી રહેલી નવી જંત્રી ધાર્મિક દબાણો, જિલ્લાના વિકસિત પ્રોજેકટ તુમાર નિકાલ, ગ્રામ્‍ય પંચાયત  ચૂંટણી સહિતના મહેસૂલ મુદાઓ અંગે સમીક્ષા થશે.

(4:37 PM IST)