તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd May 2025
ખેતી બેંકની વડી કચેરીએ આંતરરાષ્ટ્રીય કો-ઓપરેટીવ વર્ષ ૨૦૨૫ અંતર્ગત ગુજરાત રાજ્ય સ્થાપના દિવસની ઉજવણી

જુનાગઢ, બેંક્રા ચેરમેન ડોલરભાઈ કોટેચાના માર્ગદર્શન હેઠળ આશ્રમ રોડ, અમદાવાદ સ્થિત ખેતી બેંકની વડી કચેરીએ આંતરરાષ્ટ્રીય કો-ઓપરેટીવ વર્ષ ૨૦૨૫ અંતર્ગત ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ નિમિત્તે કર્ણાવતી મહાનગરના નવનિયુક્ત અધ્યક્ષ પ્રેરકભાઈ શાહની અધ્યક્ષતા અને કર્ણાવતી મહાનગરના મહામંત્રી અને નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ પટેલની ઉપસ્થિતમાં ખેતી બેંક દ્વારા સેવાકીય કાર્ય જેવા કે અમદાવાદ વડી કચેરીના કર્મચારી અને અધિકારીઓ માટે બ્લડ ડોનેશન કેમ્પ, મેડીકલ ચેકઅપ, એક પેડમાં કે નામ મંત્ર સાર્થક કરવા વૃક્ષારોપણ કાર્યક્રમ, સ્લમ વિસ્તારોમાં વસતા કુટુંબોને બુંદી-ગાંઠીયાનું વિતરણ અને કાળઝાળ ગરમીમાં રાહદારીઓ માટે લીંબુ સરબતની બોટલનું વિતરણ કરી ગુજરાત રાજ્યના સ્થાપના દિન ઉજવણી કરવામાં આવી. બેંકો ૧૭ જીલ્લા કચેરી અને તાલુકા લેવલે આવેલ ૧૭૭ શાખાઓ દ્વારા પણ તેમના વિસ્તારોમા બુંદી-ગાંઠીયાનું વિતરણ કરી ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી.
(3:22 PM IST)










