News of Friday, 2nd May 2025
પ્રમુખ સ્વામી હોલમાં કાલે ગુજરાતી હિન્દી ફિલ્મના નવા-જુના ગીતોનો કાર્યક્રમ
સુરતના કેસર બવાડીયા અને રાજકોટના ઋષિકેશ પંડયા શ્રોતાઓને ડોલાવશે

રાજકોટ તા. ૨ : ફિલ્મી ગીતોના શોખીનો માટે કેસર મ્યુઝીક ઇવેન્ટ દ્વારા કાલે તા. ૩ ના રાત્રે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયારોડ ખાતે નવા જુના કર્ણપ્રિય ફિલ્મી ગીતોનો મદમસ્ત કાર્યક્રમ આયોજીત કરાયો છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવાયુ હતુ કે મ્યુઝિકલ કાર્યક્રમમાં સુરતના કેસર બવાડીયા ગીતોનો રસથાળ પીરસશે. જેઓ સુરતમાં કેસર મ્યુઝિક ઇવેન્ટ ચલાવતા કિરીટભાઇ બવાડીયાના પુત્રી છે. હાલ ધો.૧૨ કોમર્સમાં અભ્યાસ કરી રહ્યા છે. સાથે શાષાીય ગાયનની તાલીમ પણ લઇ રહ્યા છે. ર૦૦થી વધુ સ્પર્ધામાં કંઠનો જાદુ પાથર્યો છે અને ૧૮૦ સ્પર્ધામાં વિજેતા બન્યા છે. ૪૦૦ સ્પર્ધામાં ફસ્ટ વિનર બન્યા છે. હવે રાજકોટના સંગીતપ્રેમીઓએ ડોલાવવા તેઓ અહીં આવ્યા છે.
આ મ્યુઝિકલ કાર્યક્રમમાં બીજા ગાયક રાજકોટના જ ઋષિકેશ પંડયા છે. જેઓ નાનપણથી પિયુબેન સરખેલ પાસે સંગીતની તાલીમ લઇ રહ્યા છે. યુથ ફેસ્ટીવલમાં કલાસીકલમાં નેશનલ ફસ્ટ તેમજ સુગમ સંગીતમાં સ્ટેટ ફસ્ટ વિજેતા બની ચુકયા છે. ર૦૦થી વધુ ગીતો તેમણે પોતાની યુ-ટયુબ ચેનલ પર મુકયા છે.
આ મ્યુઝિકલ કાર્યક્રમમાં દર્શીતભાઇ કાચા એન્ડ ગ્રુપની ઓરકેસ્ટ્રા સેવા છે. રીધમ એરન્જર તરીકે હિતેષભાઇ ઢાકેચા અને અમિત કાચા સેવા આપશે. એન્કરીંગ સુરતના ધર્મેશભાઇ જોષી સંભાળશે.
આ કાર્યક્રમમાં ગુજરાતી હિન્દી નવા જુના ગીતો રજુ થશે. રસ ધરાવતાઓ ટોકન દર રૂ.૧૫૦ ભરીને પાસ મેળવવા કિરીટભાઇ બવાડીયા (મો.૯૮૨૫૧ ૬૨૦૦૩)નો અથવા કાર્યક્રમ સ્થળ પર સવારે ૯ થી રાત્રે ૯ સુધી સંપર્ક કરી શકે છે.
સમગ્ર આયોજન માટે નરેન્દ્રભાઇ ઝીબા, શરદકુમાર, જયદીપભાઇ વસોયા, ધર્મેશભાઇ પંડયા જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ગાયક કલાકારો કેસર બવાડીયા અને ઋષિકેશ પંડયા સાથે કિરીટભાઇ બવાડીયા, શરદકુમાર, જયદીપભાઇ વસોયા, દર્શિતભાઇ કાચા, હિતેષભાઇ ઢાકેચા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા નજરે પડે છે.
(3:29 PM IST)










