<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

નાનામવા રોડ પરના અમ્રિતસરી હાટી માંથી ૬ કીલો દાઝીયા તેલનો નાશ

મનપાની ફુડ વિભાગ દ્વારા નાનામવા, આજીડેમ, માંડા ડુંગર વિસ્‍તારમાં ચેકીંગ સતત બીજા દિ'એ ગોળના ૮ નમુના લેવાયાઃ માંડા ડુંગર વિસ્‍તારમાં ૮ ધંધાર્થીને લાઇસન્‍સની નોટીસ

રાજકોટ તા.રઃ મ્‍યુનિ. કોર્પોરેશનની ફુડ શાખા દ્વારા શહેરીજનોના જન આરોગ્‍ય હિતાર્થે વિવિધ વિસ્‍તારોમાં ખાણીપીણીના ધંધાર્થીને ત્‍યાં ચેકીંગ કરવામાં આવી રહયું છે. જે અંતર્ગત નાનામવા અને આજીડેમ વિસ્‍તારમાં ચકાસણી કરતા નાનામવા રોડ પરના અમૃતસરી હાટી માંથી ૬ કીલો અખાદ્ય તેલનો નાશ કરવામાં આવ્‍યો છે. તેમજ આજીડેમના હોકર્સ ઝોન વિસ્‍તારમાં ખાણીપીણીના ર૧ ધંધાર્થીને ત્‍યાં ચેકીંગ હાથ ધરી ૮ ને લાઇસન્‍સની નોટીસ પાઠવવામાં આવી છે.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં મ્‍યુ.કોર્પો.મુજબ ફુડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ યાદી આ મુજબ છે.

૬ કીલો અખાદ્ય ચીજોનો નાશ

રાજકોટ મહાનગરપાલિકાના દ્વારા સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન નાનામવા રોડ,શાષાી નગર સામે, રાજકોટ મુકામે આવેલ “L & G ફૂડ(અમ્રિતસરી હાટી)ૂ'' પેઢીની તપાસ કરતા સ્‍થળ પર સંગ્રહ કરેલ દાઝીયું અખાદ્ય તેલનો અંદાજીત ૦૬ કિ.ગ્રા. જથ્‍થોનો સ્‍થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને સ્‍થળ પર યોગ્‍ય સ્‍ટોરેજ કરવા તથા હાઈજેનિક કન્‍ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.

૯ ને લાઇસન્‍સની નોટીસ

ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના માડાડુંગર -આજીડેમ વિસ્‍તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૧ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૦૯ ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપવામાં આવેલ તેમજ ખાધ્‍ય ચીજોના કુલ ૨૧ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરવામાં આવતા ભગીરથ ઘૂઘરા, જય ખોડિયાર પ્રોવિઝન સ્‍ટોર, શુભમ ડેરી ફાર્મ, જલારામ દાબેલી, યોગી એન્‍ટરપ્રાઇઝ, રાધે પ્રોવિઝન સ્‍ટોર, શ્રી ગોકુલ શિખંડ, બાલાજી ખમણ, તથા  વેલનાથ ઘૂઘરા સહીત ૯ ને લાઇસન્‍સ મેળવવા બાબતે સુચના આપવામાં આવી હતી. 

નમુનાની કામગીરી

ફુડ સેફ્‌ટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ હેઠળ સ્‍પેશ્‍યલ ડ્રાઈવ અંતર્ગત પેડી ગોળ (લુઝ): સ્‍થળ- અન્નપૂર્ણા ટ્રેડર્સ, પરાબજાર મેઇન રોડ, ગોળ પીઠ, ડબ્‍બાનો ગોળ (લુઝ): મે. ગિરિરાજ એન્‍ટરપ્રાઇઝ, પરાબજાર મેઇન રોડ, ગોળ પીઠ, ‘રાસ' શુધ્‍ધ દેશી ગોળ (૯૫૦ ગ્રામ પેક્‍ડ): ચંદ્‌ર્કાંત  એન્‍ડ કૂ., કંદોઇ બજાર, ન્‍યુ ઘી કાંટા રોડ,  ‘રાજભોગ' શુધ્‍ધ દેશી ગોળ (૯૫૦ ગ્રામ પેક્‍ડ): યશ સુપર માર્કેટ, શ્‍યામલ સુપર માર્કેટ સામે, મવડી મેઇન રોડ, ગોળ (લુઝ): શિવ શક્‍તિ કરિયાણા ભંડાર, શિવ ભૂમિ કોમ્‍પ્‍લેક્ષ, ઉદયનગર -૧, મવડી, ‘કાવેરી' શુધ્‍ધ ગોળ પાવડર (૯૫૦ ગ્રામ પેક્‍ડ): પટેલ ગોળ ભંડાર, સહયોગ હોસ્‍પિટલ પાસે, મવડી રોડ, ‘કળતિકા' શુધ્‍ધ ગોળ પાવડર (૯૫૦ ગ્રામ પેક્‍ડ): સ્‍થળ- AKAZA INTERNATIONAL P. LTD., વત્‍સ સુપર માર્કેટ, મવડી મેઇન રોડ, ‘ZILLION’ NATURAL JAGGERY (૯૫૦ ગ્રામ પેક્‍ડ): AKAZA INTERNATIONAL P. LTD., વત્‍સ સુપર માર્કેટ, મવડી મેઇન રોડ, સહીત ૮ નમુના લેવાયા હતાં.

(3:41 PM IST)