<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

શ્રી ગૂર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા સોમવારથી ચતુર્થ રાત્રી પ્રકાશ ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્‍ટઃ ૪૦ ટીમો ભાગ લેશે

જીમખાના ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાાતે આયોજનઃ ખેલાડીઓ માટે રહેવા-જમવાની સુવિધાઃ વિજેતા ટીમોને ઈનામો

રાજકોટઃ શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા આગામી તા. ૦૫ સોમવાર થી તા. ૧૪ બુધવાર દરમિયાન ચતુર્થ રાત્રિ -કાશ ટેનિસ ક્રિકેટ ટુર્નામેંટ શ્રી વિશ્વકર્મા કપ ૨૦૨૫નું  આયોજન શાષાી મેદાનની બાજુમાં આવેલ જીમખાના ક્રિકેટ ગ્રાઉંડમાં  કરવામાં આવ્‍યું છે.

ટુર્નામેંટનું ઉદઘાટન તા. ૦૫ને સોમવારના સાંજે ૬:૩૦ કલાકે રાજકોટના સાંસદ અને પૂર્વ કેન્‍દ્રિય મંત્રી પરસોતમભાઈ રૂપાલા,  રાજ્‍યસભાના સાંસદ શ્રી રામભાઇ મોકરિયા, રાજકોટ શહેર ભાજપ -મુખ ડો. માધવભાઈ દવે, ધારાસભ્‍ય રમેશભાઈ ટીલારા,  કેતનભાઈ ગજ્જર  ઉદ્યોગપતિ-પોરબંદર, રાજકોટ મહાનગર પાલિકાની શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પૂજરા,  વિજયભાઈ ધ્રાંગધરિયા વી.પી. મશીન ટૂલ્‍સ રાજકોટ, ડો. પરેશભાઈ છનીયારા ચેરમેન એશિયા પેસિફિક ગ્રૂપ ઓફ કોલેજીસ અમદાવાદ, પરેશભાઈ ડોડીયા તંત્રી ખાસ ખબર રાજકોટ અને યુરોપીયન જીમખાના ક્‍લબ રાજકોટના સેક્રેટરી  હરીશચંદ્રસિંહ જાડેજા દ્વારા થશે. કેબિનેટ શ્રીમતી ભાનુબેન બાબરિયા, ડો. ભરતભાઇ બોઘરા ઉપાધ્‍યક્ષ પ્રદેશ ભાજપ ગુજરાત, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા  ઉદયભાઈ કાનગડ, ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા વિરેન્‍દ્રસિંહ ઝાલા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ મુકેશભાઇ દોશી, રાજકોટ મહાનગર પાલિકાના સ્‍ટે. કમિટીના ચેરમેન જયમિનભાઈ ઠાકર, રાજકોટ મહાનગર પાલિકાના શાશક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક  મનીષભાઈ રાડીયા, શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન ડો પ્રવીણભાઈ નિમવત, દેવાંગભાઈ માંકડ પ્રમુખ, પંચનાથ મંદિર રાજકોટ, રાજકોટ મહાનગર પાલિકાની સેનિટેશન સમિતિના ચેરમેન નિલેષભાઈ જલુ, સ્‍ટે. કમિટીના પૂર્વ ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, ડો. દિનેશભાઇ ચોવટીયા અને હાર્ડવેર ખજાનાના માલિક શંકરભાઇ ઉપસ્‍થિત રહેનાર છે.

 આ ક્રિકેટ ટુર્નામેંટમાં રાજકોટ મુંબઈ, વડોદરા, અમદાવાદ, જામનગર, મોરબી, પોરબંદર, અમરેલી અને કચ્‍છમાંથી ક્રિકેટ ટીમો ભાગ લેશે. ટુર્નામેંટમાં કુલ ૩૮ ટીમોએ ભાગ લીધેલ છે, જેમાં જ્ઞાતિની યુવા દીકરીઓની પણ બે ટીમો રમવાની છે.

તમામ ટીમો વચ્‍ચે તા. ૦૫ થી તા. ૧૨ દરમિયાન લીગ મેચ અને ક્‍વાટર ફાઇનલ રમાડવામાં આવશે. અને તા. ૧૩ બંને સેમી ફાઇનલ અને તા.૧૪ના રોજ ફાઇનલ મેચ રામાડવામાં આવશે. ભોજન અને બહારગામની ટીમો માટે રહેવા તથા જમવાની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે.

આ ક્રિકેટ ટુર્નામેંટના તમામ મેચનો સ્‍કોર ક્રિકહિરોઝ એપ્‍લીકેશન પર જોઈ શકશે. મેદાનમાં લાઈવ સ્‍કોર મોટી સ્‍ક્રીન પર નિહાળી શકશે. ઉપરાંત સેમી ફાઇનલ અને ફાઇનલ મેચ શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટની યૂટયુબ ચેનલ દ્વારા લાઈવ પણ જોઈ શકાશે.

ક્રિકેટ ટુનાર્મેન્‍ટ ના ઉદ્ધાટનની સાથે સાથે તાજેતરમાં હનુમાન જયંતીના પવિત્ર દિવસે પોરબંદર ખાતે યોજાઈ ગયેલ મહા રક્‍તદાન કેમ્‍પમાં રેકોર્ડબ્રેક ૫૬૦૦ બોટલ રક્‍તદાન એકત્ર  કેતનભાઈ સતીષભાઈ ગજ્જરને શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા જ્ઞાતિ રત્‍ન એવોર્ડ આપી સન્‍માનિત કરવામાં આવશે.

આયોજનને સફળ બનાવવા શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટનાં પ્રમુખ રસિકભાઈ ડી. બદ્રકીયા અને અધ્‍યક્ષ મુકેશભાઇ આર. વડગામાના માર્ગદર્શન હેઠળ કાન્‍તીભાઈ પી. તલસાણીયા(ઉપ-મુખશ્રી), પ્રદિપભાઇ કે. કરગથરા (મંત્રીશ્રી), અરવિંદભાઈ બી. ત્રેટીયા (ખજાનચી), ગોરધનભાઈ પી. ચાપાનેરા (સહમંત્રીશ્રી), તેમજ ઉપાધ્‍યક્ષ જગદીશભાઈ સોંડાગર, ટ્રસ્‍ટી દિનેશભાઇ એન. ખંભાયતા, વિનયભાઈ એમ. તલસાણીયા, મુકેશભાઇ કે. ભાડેશીયા તથા કારોબારી સભ્‍યો  હર્ષદભાઈ આર. બકરાણીયા,  કિશોરભાઈ એમ. અંબાસણા, દિલીપભાઈ બી. પંચાસરા, શાંતિલાલ ડી. સાંકડેચા, મીતેશભાઇ એસ. ધ્રાગધારિયા, હરિભાઈ કે. સીનરોજા, જનકભાઈ એન. વડગામા, કિશોરભાઇ આર. બોરણીયા, કેતનભાઈ એમ.  મહિધરિયા, ઘનશ્‍યામભાઈ જે. દુદકીયા  જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીરઃ અભીજીત બગથરીયા)

(3:54 PM IST)