તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd May 2025
કાલથી સર્જીકલ ક્ષેત્રે વિકાસ સંશોધનની સૌરાષ્ટ્ર સર્જીકોન કોન્ફરન્સનો પ્રારંભ
રાજયકક્ષાની કોન્ફરન્સમાં અપડેટ-અપગ્રેડ સર્જીકલ પધ્ધતી ઉપકરણોનું સમુહ ચિંતન : ર૦૦ થી વધુ સર્જનો તબીબી છાત્રો ભાગ લેશે : પ્રમુખ ડો. કાર્તિક સુતરીયા, સેક્રેટરી ડો.પુનીત ત્રિવેદીના નેતૃત્વમાં આયોજન

રાજકોટઃ આવતીકાલથી એસોસીએશન ઓફ સર્જન ઓફ રાજકોટ દ્વારા રાજયકક્ષાની સર્જીકોન કોન્ફરન્સ યોજાવાની છે. અકિલા કાર્યાલય ખાતે અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા સાથે ડો.કાર્તિક સુતરીયા અને ડો.પુનીત ત્રિવેદી નજરે પડે છે. (૪.૨૭) (તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટ, તા.૨: આવતીકાલથી સર્જીકલ બેઠકો વિકાસ સંશોધનની ધનિષ્ઠ ચર્ચા કરવા મળે સૌરાષ્ટ્ર સર્જીકલ કોન્ફરન્સનો પ્રારંભ થનાર છે.
રાજકોટમાં રાજ્ય કક્ષાની સર્જીકલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર સર્જીકોન એસોસિએશન ઓફ સર્જન ઓફ રાજકોટના ૨૦૨૪-૨૫ ની ટીમ દ્વારા એક અનેરો પ્રયાસ છે.
એસોસીએશન ઓફ સર્જન ઓફ રાજકોટ ASR પ્રમુખ ડો. કાર્તિક સુતરીયા (ગેસ્ટ્રો સર્જન સીજીસ હોસ્પિટલ), તથા સેક્રેટરી ડો.પુનિત ત્રિવેદી (ન્યુરોસર્જન રાજ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ), ના નેતળત્વમાં આ કોન્ફરન્સ યોજાઇ રહી છે આગામી ૩ અને ૪ મે ના જેમાં રાજ્યભરમાંથી ૨૦૦ જેટલા સર્જનો ભાગ લેવાના છે. આ સમયે અનેક પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ પણ તેમાં ભાગ લેશે.
કોન્ફરન્સ યોજવા પાછળનો હેતુ સૌરાષ્ટ્ર અને કચ્છના સર્જનોને એકત્રિત કરવાનો તથા તબીબી ક્ષેત્રે થયેલી હરણફાળ પ્રગતિ અને જ્ઞાન દરેક સર્જન સુધી પહોંચે એ હેતુ સાકાર થઈ રહ્યો છે ડો. કાર્તિક સુતરીયાનું પ્રમુખ પદ સંભાળ્યા પછીનું આવી કોન્ફરન્સ કરવાનું એક સપનું હતું. જેમાં છેલ્લા ચાર મહિનાથી ASR ૨૦૨૪-૨૫ ની ટીમ સતત કાર્યરત છે. આ કોન્ફરન્સની થીમ અપડેટ, અપગ્રેડ, અને અપલીફ્ટ રાખવામાં આવી છે. જેમાં સર્જીકલ ક્ષેત્રે થયેલા અલગ અલગ પ્રકારના વિકાસ તથા સંશોધનો જેમાં સર્જીકલ પદ્ધતિ તેમજ ઉપકરણનો સમાવેશ થાય છે. આ બધાનો સચોટ જ્ઞાન અને માર્ગદર્શન આપવામાં આવશે. આ માટે રાષ્ટ્રીય કક્ષાના શ્રેષ્ઠ ફેકલ્ટી અને સ્પીકર દેશના અલગ અલગ જગ્યાએથી આવવાના છે.
સૌરાષ્ટ્ર સર્જીકલ એ બે દિવસનો પ્રોગ્રામ છે જેની અંદર પ્રથમ દિવસ લાઇવ ઓપરેટિવ વર્કશોપ યોજાશે જેમાં સીજીસ હોસ્પિટલ તથા શિવ હોસ્પિટલ માંથી એક સાથે ચાર ઓપરેશન થિયેટર કાર્યરત રહેશે. અને ત્યાંથી સર્જરીઓનું લાઈવ ટેલીકાસ્ટ સીઝન્સ હોટલમાં કરવામાં આવશે. અલગ અલગ પ્રકારની સર્જરીઓ જેમાં ગેસ્ટ્રો સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, એનો- રેકટલ સર્જરી, બેરિયાટ્રીક સર્જરી વગેરેનો સમાવેશ થાય છે. દરેક સર્જરીઓનું લાઈવ ડિસ્કશન તથા ટેલિકાસ્ટ કરવાથી સર્જનોના જ્ઞાનમાં અભિવળદ્ધિ થાયો.
બીજા દિવસે સાયન્ટિફિક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે બીજા દિવસે ૪ મેં જેમાં દરેક સર્જીકલ ક્ષેત્રના દરેક વિષયને આવરી લેવામાં આવતા વિષયોનો સમાવેશ કરીને અંદાજે ૩૦ જેટલા લેકચરો રાખવામાં આવ્યા છે. આ લેક્ચરોમાં કી નોટ લેકચરો છે, પેનલ ડિસ્કશન, તેમજ વિડીયો પ્રેઝન્ટેશન છે
કાર્તિક સુતરીયા કહે છે કે સૌરાષ્ટ્ર સર્જીકલ કરવા પાછળનો એક હેતુ એવો પણ છે કે સૌરાષ્ટ્રનું એક સર્જીકલ ક્ષેત્રે આગવું નામ અને પ્રતિષ્ઠા ઉભી થાય અને તબીબી ક્ષેત્રે રાજ્યમાં નહીં પરંતુ દેશભરમાં આપણો ડંકો વાગે અને રાજકોટ બીજા ક્ષેત્ર કે શહેરથી પાછળ નથી રાજકોટમાં પણ દરેક પ્રકારની અલગ અલગ સ્પેશિયાલિટી ની સર્જરીઓ કરવા માટે અહીં સક્ષમ સર્જનો તથા ઇન્ફ્રાસ્ટ્રકચ છે એવો મેસેજ આપવાનો છે
તારીખ ૩ મે ૨૦૨૫ ને શનિવારે સાંજે ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ આવનારી ટીમની ઇન્સ્ટોલેશન સેરેમની પણ આયોજન છે જેમાં સાથે શાષાીય સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં શાષાીય ફયુઝન બેન્ડ દ્વારા પર્ફોર્મ કરવામાં આવશે.
(4:19 PM IST)










