<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

કાલે નીટની પરિક્ષાઃ જીલ્લા શિક્ષણાધીકારી કચેરી ખાતે હાલ કન્‍ટ્રોલ રૂમઃ ૧૩ કેન્‍દ્રોઃ ૬૩૦૦થી વધુ ઉમેદવારો

બપોરે ૨ થી ૫ પેપરઃ ૧ાા વાગ્‍યા પહેલા એન્‍ટ્રી ફરજીયાતઃ જડબેસલાક પોલીસ બંદોબસ્‍ત

રાજકોટ, તા.૩: નેશનલ એક્‍ઝામિનેશન એજન્‍સી દ્વારા કાલે બપોરે ૦૨:૦૦ થી સાંજના ૦૫:૦૦ વાગ્‍યા દરમિયાન રાજકોટ શહેરના કુલ-૧૩ કેન્‍દ્રો ખાતે નીટ(યુજી)-૨૦૨૫ પરીક્ષા યોજાશે. આ પરીક્ષા અન્‍વયે સમગ્ર દિવસ દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, રાજકોટ ખાતે નં.૦૨૮૧-૨૨૨૩૪૫૩ ઉપર કંટ્રોલરૂમ સતત કાર્યરત રહેશે.

પરીક્ષાર્થીઓ માટે પેપર શરૂ થવાના ૩૦ મિનીટ પહેલાં  પરીક્ષા કેન્‍દ્ર પર પ્રવેશ બંધ કરવામાં આવશે. ઉમેદવારોએ પોતાની સાથે એડમીટ કાર્ડ અને ફોટો આઇડેન્‍ટીટી કાર્ડ સાથે રાખવાનું રહેશે. ઉમેદવાર એડમીટ કાર્ડમાં છપાયેલ સુચના અનુસારની પ્રતિબંધિત વસ્‍તુઓ સાથે પરીક્ષા સ્‍થળની અંદર પ્રવેશ કરી શકશે નહીં.

જાહેર પરીક્ષાઓના, સંચાલનમાં પારદર્શિતા અને નિષ્‍પક્ષતાને -ોત્‍સાહન આપવા તથા છેતરપીંડી, પ્રશ્‍નપત્ર લીક જેવી બાબતોને અટકાવવા માટે The Public Examinations (Prevention of Unfair Means) Act, ૨૦૨૪ અમલી કરાયેલ છે. નીટ(યુજી)-૨૦૨૫ પરીક્ષા સંદર્ભે કોઇ અસામાજિક તત્‍વો તરફથી પરીક્ષામાં ઉત્તીર્ણ કરાવી આપવા, પ્રશ્‍નપત્ર લીક કરવા વગેરે ખોટી, લોભામણી જાહેરાતો આપી પરીક્ષાર્થીઓને ઠગવાના પ્રયાસો કરવામાં આવે તો, આવા અસામાજિક તત્‍વોથી પરીક્ષાર્થીઓ અને તેના વાલીઓને દૂર રહેવા અને આવા ખોટા પ્રલોભનોથી બચવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે. The Public Examinations (Prevention of Unfair Means) Act, ૨૦૨૪ અંતર્ગત પરીક્ષાઓમાં અયોગ્‍ય રીતો ઉપયોગ કે કોઈ છેતરપિંડી કરનારાઓ માટે કડક સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે તેમ નિવાસી અધિક કલેકટર એ. કે. ગૌતમની યાદીમાં ઉમેરાયું છે.

(10:41 AM IST)