<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

કાલથી બે દિવસ ઇટા-એકવેરીડ્‍સ ઉલ્‍કાવર્ષા

કલાકની ૧૫ થી ૫૦ ઉલ્‍કાઓ પડતી સ્‍પષ્‍ટ દેખાશે : ખગોળીય આનંદ લુંટવા વિજ્ઞાન જાથાની અપીલ

રાજકોટ તા. ૩ : જાન્‍યુઆરીમાં કવોડરેન્‍ટીડસ અને એપ્રિલમાં લાયરીડ્‍સ ઉલ્‍કાવર્ષા નિહાળ્‍યા બાદ હવે મે માસના પ્રારંભે કાલે તા.૫ અને તા.૬ એમ બે દિવસ ‘ઇટા-એકવેરીડ્‍સ' ઉલ્‍કાવર્ષાનો નજરો જોવા મળશે. તેમ ભારત જન વિજ્ઞાન જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાની યાદીમાં જણાવાયુ છે. રવિવારે મધ્‍યરાત્રી બાદ મંગળવાર પરોઢ સુધી આ આકાશી નજારો જોવા મળશે. જેમાં પરોઢનો સમય સૌથી શ્રેષ્‍ઠ રહેશે. કલાકની ૧૫ થી ૫૦ અને વધુમાં વધુ ૧૦૦ જેટલી ઉલ્‍કા વરસતી જોવા મળશે. નરી આંખેથી પણ નિરજન જગ્‍યાએથી સ્‍પષ્‍ટ રીતે જોઇ શકાશે. જાથાના પ્રયાસો લોકોને અવકાશ તરફ નજર કરતા કરવાનો છે. આ ઉલ્‍કાવર્ષા નિહાળવા રાજકોટ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, પોરબંદર, જામનગર, સુરેન્‍દ્રનગર સહીત રાજયભરમાં અનેક સ્‍થળોએ વિજ્ઞાન જાથા દ્વારા ઉલ્‍કાવર્ષા નિહાળવા વ્‍યવસ્‍થા કરાઇ છે. ખગોળીય ઘટનાનું રસ ધરાવતા સૌએ અવલોકન કરવા અને વધુ માહીતી  માટે મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ અથવા મો.૯૪૨૬૯ ૮૦૯૫૫ ઉપર સંપર્ક કરવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજકોટ કચેરીની યાદીમાં જણાવાયુ છે.

(11:42 AM IST)