<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

રાજકોટમાં TV9 ગુજરાતીનો એજ્યુકેશન એક્સપો : યુવાનો માટે કારકિર્દીની નવી દિશાઓ ખુલશે

નૂતનનગર હોલ ખાતે બે દિવસીય શિક્ષણ મેળામાં ખ્યાતનામ યુનિવર્સિટીઓનું માર્ગદર્શન અને નિશ્ચિત ભેટોનું આયોજન

અમદાવાદ : ધોરણ 10 અને 12ની પરીક્ષા આપી ચૂકેલા વિદ્યાર્થીઓ માટે હવે નવી કારકિર્દી અને નવા અભ્યાસક્રમોની માહિતી મેળવવાનું સરળ બનશે. ગુજરાતની પ્રસિદ્ધ અને વિશ્વસનીય ગુજરાતી ન્યૂઝ ચેનલ TV9 ગુજરાતી દ્વારા રાજકોટના હાર્દ સમા કાલાવડ રોડ પર આવેલા નૂતનનગર હોલ ખાતે શનિવાર અને રવિવાર એમ બે દિવસીય ભવ્ય એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સપોનો સમય સવારે 9:30 થી રાત્રિના 8 વાગ્યા સુધી રહેશે. આ શિક્ષણ મેળામાં ભાગ લેનાર દરેક મુલાકાતીને નિશ્ચિત ભેટ પણ આપવામાં આવશે.
આ એજ્યુકેશન એક્સપો એક જ સ્થળે ધોરણ 12 પછીના વિવિધ અભ્યાસક્રમો, વિદેશમાં અભ્યાસની તકો, કૌશલ્ય વિકાસના નવા કોર્ષ સહિતની અનેક ઉપયોગી માહિતી પૂરી પાડશે. વિદ્યાર્થીઓની કારકિર્દી ક્ષેત્રે નવા આયામો શરૂ થાય અને રાજકોટ તેમજ સમગ્ર સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની માહિતી એક જ સ્થળે મળી રહે તે ઉમદા હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે.
આપના બાળકોની ઉજ્જવળ કારકિર્દીના ઘડતરમાં સહભાગી બનવા માટે આપ અચૂક આ એજ્યુકેશન એક્સપોની મુલાકાત લો. ખ્યાતનામ યુનિવર્સિટીઓ સુધી રૂબરૂ જવાને બદલે રાજકોટમાં જ આ તકનો લાભ લો અને તમારા બાળકની ઉજ્જવળ ભવિષ્યની યોજના બનાવો.

 

(12:08 PM IST)