તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Saturday, 3rd May 2025
મંગળવારથી લોધીકામાં રામજી મંદિરનો ચાર દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવઃ ભગવાન શ્રી રામની નગરયયાત્રા, દેવપૂજન, હવન, શિખરવિધિ, ધ્વજારોહણ, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો
બુધવારે રાસોત્સવ, ગુરૂવારે પૂનમ ગોંડલિયા, શ્રૃતિ પટેલ, કિશાન રાદડીયા અને સાગર રાવળ સહિતના સુપ્રસિધ્ધ કલાકારોનો લોકડાયરો

રાજકોટ,તા.૦૩: રાજકોટ નજીક આવેલા લોધિકામાં આશરે ૩૦૦ વર્ષ પૌરાણિક રામજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા.૬ થી ૯મે દરમિયાન આયોજીત કરવામાં આવ્યો છે. ગામ સમસ્તના અનુદાનથી આ ભવ્ય અને શિખરબંધ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. પરંપરાગત ગ્રામિણ શૈલીથી નિર્મિત આ મંદિરમાં ભગવાન શ્રી રામ, હનુમાનજી સહિતનો રામ દરબારની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા વિધિના શ્રેણીબધ્ધ કાર્યક્રમો તા.૬ અને મંગળવારથી શરૂ થશે. જેમાં તા.૬ને મંગળવારના રોજ સાંજે ૬ કલાકે દેહશુધ્ધિ, તા.૭ને બુધવારના રોજ સવારે ૭ થી ૧૧:૩૦ કલાક દરમિયાન ભગવાન શ્રી રામની નગરયાત્રા, બપોરે ૩ કલાકે દેવપૂજા,ગ્રહપૂજા અને અગ્નિ સ્થાપન કરવામાં આવશે. બપોરે ૧૨ કલાકે સરદાર લેઉઆ પટેલ સમાજ-લોધિકા ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
જયારે તા.૮ને ગુરૂવારે સવારે ૭:૩૦ થી ૧૦ સુધી દેવપૂજા હવન, બપોરે ૩ કલાકે ધાન્યા ધિવાસ તથા પ્રધાન હોમ, બપોરે ૧૧:૩૦ કલાકે પ્રસાદ, વાસ્તુ હોમ, તાપન વિધિ, દિગ હોમ, જલાધિવાસ સહિતના કાર્યક્રમો યોજાશે. જયારે સાંજે ૬:૩૦ કલાકે પહેલી સંધ્યા આરતી થશે. તા.૯ને શુક્રવારના રોજ સવારે ૭:૩૦ કલાકે દેવપૂજા, સ્થાપિત દેવતા હોમ તથા ન્યાસવિધિ ૧૦:૩૦ થી ૧૨ કલાકે મંદિરમાં મૂર્તિ સ્થાપના, પ્રાણ પ્રતિષ્ઠા, શિખર વિધિ તથા ધ્વજારોહણનું પ્રયોજન કરવામાં આવ્યું છે. બપોરે ૧૨:૪૦ કલાકે પૂર્ણાહુતિ તથા મહાઆરતી અને બપોરે ૧ કલાકે સરદાર પટેલ લેઉવા સમાજ-લોધિકામાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ દરમિયાન તા.૭ને બુધવારે સાંજે ૭:૩૦ કલાકે સમુહ રાસોત્સવ યોજાશે. જયારે ગુરૂવારે રાત્રે ૯ કલાકે લોધિકા ગામમાં સંતવાણી, ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુપ્રસિધ્ધ કલાકારો, ભજનીક પૂનમ ગોંડલિયા, શ્રળતિ પટેલ, સાહિત્યકાર કિશન રાદડીયા અને ભૂદેવ સાગરભાઇ રાવલ લોક સાહિત્યની રમઝટ બોલાવશે.
આ સ-ધાર્મિક અવસરે પ્રતિષ્ઠાઆચાર્ય પ્રદિપકુમાર ભૂપતરાય મહેતા (જૂનાગઢ) મુખ્ય આચાર્યની ભૂમિકા ભજવશે. આ શુભ અવસરે ઓમ આનંદી આશ્રમ-વાળાધરીના મહંત રાજુરામ બાપુ, દાણીધાર ધામના મહંત સુખદેવદાસ બાપુ, ચાંપલમાં ધામ-આણંદપર, છાપરાના મહંત ત્રીગુણનંદબાપુ, સનાતન આશ્રમ-ખીરસરાના મહંત ભકિત-કાશ સ્વામી અને સુર સાંગડા ધામ-જશાપરના મહંત વાલદાસ બાપુ સહિતના સંતો-મહંતો વિશેષરૂપથી ઉપસ્થિત રહેશે. લોધિકા ગામ સમસ્તે આ ચાર દિવસીય સ-ધાર્મિક ઉત્સવમાં લાભ લેવા ધર્માનુરાગી લોકોને જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:30 PM IST)










