News of Saturday, 3rd May 2025
શ્રમજીવી ઉપાશ્રયે જ્ઞાન ઉત્કર્ષ યોજના અને વિરાણી બહેરા-મુંગા શાળામાં વાલી સંમેલન
પૂ. ધીરગુરૂદેવની નિશ્રામાં કાલે

રાજકોટઃ શ્રમજીવી સ્થાનકવાસી જૈન સંઘ, ઢેબર રોડ, ખાતે પૂ. શ્રી ધીરગુરૂદેવ તથા પૂ. હસુતાજી મ.સ. પૂ. હર્ષિદાજી મ.સ. આદિની નિશ્રામાં તા. ૪ ને રવિવારે સવારે ૯ કલાકે જ્ઞાન ઉત્કર્ષ યોજના તકતી અનાવરણ વિધિ જીતુભાઇ અદાણી, પ્રફુલભાઇ જસાણી વગેરેના હસ્તે કરાશે.
જયારે ૧૦-૩૦ કલાકે વિરાણી બહેરા-મુંગા શાળા સંકુલમાં વાલી સંમેલન પ્રસંગે પૂ. ગુરૂદેવ નિશ્રા પ્રદાન કરશે.
નર્મદા બાલઘરના પ્રણેતા ભરતભાઇ મહેતા અને ડો. અનામિક શાહ વગેરેનું સન્માન પિયુષ મહેતા, દિવ્યેશ શાહ, મહેશ શેઠના હસ્તે કરાયું હતું. પૂ. ગુરૂદેવ તા. ૧૦ ના ગોંડલ પધારશે.
(2:32 PM IST)










