News of Saturday, 3rd May 2025
એટલાન્ટિસ હિલ્સ રૈયા હીલના ફલેટ ધારકો દ્વારા પહેલગામના ર૬ શહિદોને શ્રધ્ધાંજલી અર્પણ
હનુમાનચાલીસા ,ગાયત્રી મંત્ર,નવકારમંત્ર, પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો ના સ્તવન સાથે શ્રધ્ધાંજલિ અર્પણ

રાજકોટઃ એટલાન્ટિસ હિલ્સ રૈયાહીલ રાજકોટનાં ભાઈઓ બહેનો દ્વારા હાલમાં કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ એ કાયરતાપૂર્વક નિર્દોષ ૨૬ લોકોની નિર્મમ હત્યા કરવામાં આવી તેને સખત શબ્દોમાં વખોડી દેશની એકતા અંખડતા બતાવવા શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવેલ. સૌએ સાથે મળીને હનુમાન ચાલીસા ના પાઠ કર્યા. હતા ત્યારબાદ ગાયત્રી મંત્ર, નવકાર મંત્ર અને પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો એ સ્તવન સૌ સાથે બોલી મીણબત્તીઓ પ્રગટાવીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ હતી. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કિર્તીભાઈ શાહ, પરાગભાઈ દોશી, વિમલભાઈ વોરા, હેનિલભાઈ કોઠારી, અર્પિતભાઈ કોઠારી, પ્રવીણભાઈ નાંઢા, કમલેશભાઈ રાજા, ભરતભાઈ મહેતા, નિકિતાબેન શાહ, મીનાબેન વોરા, નરેશભાઈ વોરા, દેવીકાબેન પટેલ, હેમાંગભાઈ તન્ના, રોમાબેન જોશી, એચ.ડી. જોશી, ક્રિશ વોરા, નિશાંત વોરા, કાજલ ગુસાણી, મૈત્રીબેન વૈષ્ણવ, યક્ષાંગીબેન વોરા, લીનાબેન મહેતા, નિશાબેન મહેતા, રિધ્ધીબેન રાજા, રૂદ્રભાઈ જોશી, સંજયભાઈ રાજા, અર્પિતભાઈ કોઠારી, ધવલભાઇ મહેતા, ક્લાબેન નાંઢા, લીનાબેન જોશી, નયનાબેન પંડ્યા, રીધીકાબેન વોરા, શૈલેષભાઈ પટેલ, વિમલભાઈ મહેતા, શૈલેષભાઈ પંડ્યા, દર્શિતભાઈ સેજપરા, પિયુષભાઈ ગુસાણી, હેમાબેન મોદી અને પારસભાઈ મોદી હાજર રહ્યા હતા.
(2:32 PM IST)










