<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

આહીર કલા મંચ દ્વારા રાત્રે દેશભક્‍તિ ગીતોનો કાર્યક્રમ ‘માં તુઝે સલામ'

ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી :એન્‍જીનીયરીંગ હોલમાં આયોજન : રસ ધરાવનારને નિઃશુલ્‍ક પ્રવેશ

રાજકોટ તા. ૩ : ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીના આર્થીક સહયોગથી ‘આહીર કલા મંચ' રાજકોટ દ્વારા ગુજરાત સ્‍થાપના દિવસને અનુલક્ષીને આજે તા. ૩ ના શનિવારે રાત્રે ૮.૩૦ કલાકે એન્‍જીનીયરીંગ હોલ, ભક્‍તિનગર સ્‍ટેશન રોડ ખાતે દેશભક્‍તિ ગીતોનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. ‘માં તુઝે સલામ' શીર્ષક હેઠળ આયોજીત આ કાર્યક્રમમાં પહેલગાવની આતંકી ઘટનાના દીવંગતોને શ્રધ્‍ધાંજલી અપાશે. કાર્યક્રમમાં જાણીતા ગાયકો જયેશ દવે, સૈફ ત્રિવેદી, દીપ્‍તી બાલાસરા, દિનેશ બાલાસરા દેશભક્‍તિ ગીતો રજુ કરશે. અંબિકા સાઉન્‍ડ હિમાંશુ દાવડાના સથવારે યોજાયેલ આ કાર્યક્રમનું સંચાલન મનોજ નથવાણી જલારામ કરશે. કાર્યક્રમમાં વિનામુલ્‍યે પ્રવેશ છે. રસધરાવતાઓએ વહેલા તે પહેલાના ધોરણે સ્‍થળ પર પ્રવેશ મેળવી લેવા આહીર કલા મંચના દિનેશ બાલાસરા (મો.૯૦૬૭૫ ૧૯૭૭૬)ની યાદીમાં જણાવાયુ છે.

(2:33 PM IST)