<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

બોલાવી લે તારી પોલીસને, તું કેમ અમારી બાતમી આપે છે? કુવાડવામાં અશોક પર ત્રણ શખ્‍સોનો હુમલોઃ ધમકી

ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા શખ્‍સો નિતીન, દશરથ, દિપક વિરૂધ્‍ધ કુવાડવા પોલીસે ગુનો નોંધ્‍યોઃ અશોક પોલીસને બાતમી આપતો હોવાની શંકા કરી ડખ્‍ખો

રાજકોટ તા. ૩: કુવાડવામાં રહેતાં અને રાજકોટમાં ખાણીપીણીનો સ્‍ટોલ ચલાવતાં યુવાનને ઘર પાસે હતો ત્‍યારે તેના જ પડોશમાં રહેતાં ત્રણ શખ્‍સોએ તું તારી પોલીસને બોલાવી લે, કેમ અમારી બાતમી આપે છે કહી ગાળો દઇ છરીથી હુમલો કરી ઇજા પહોંચાડી ખૂનની ધમકી આપતાં આ બનાવ બાબતે કુવાડવા પોલીસે  કુવાડવા હરિઓમ ચોક ડો. રજનીકાંતના દવાખાનાવાળી શેરીમાં રેહતાં અશોક ચમનભાઇ મકવાણા (ઉ.વ.૨૨)ની ફરિયાદ પરથી તેના પડોશમાં જ રહેતાં નિતીન નાથાભાઇ લઢેર, દશરથ નાથાભાઇ લઢેર અને દિપકભાઇ લઢેર વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

અશોક મકવાણા રાજકોટમાં ખાણીપીણીનો સ્‍ટોલ ચલાવી ગુજરાન ચલાવે છે. અશોકે જણાવ્‍યું હતું કે સાંજે ચારેક વાગ્‍યે હું નવા ૧૫૦ રીંગ રોડ પર અટલસરોવરે આવેલા ખાણીપીણીના સ્‍ટોલ પર જવા માટે ઘરની બહાર નીકળ્‍યો અને મારુ બાઇક જીજે૦૩એનએલ-૯૯૩૯ લઇને ઘર નજીક સિતારામ પાન નામની દુકાને ફાકી લેવા ઉભો રહ્યો ત્‍યારે સફેદ રંગની ઓરા કાર મારી પાસે આવીને ઉભી હતી. જેમાં ડ્રાઇવીંગ સીટ પર નિતીન  લઢેર હતો. તે નીચે ઉતર્યો હતો. તેમજ તેની સાથે દશરથ લઢેર અનેદિપક લઢેર પણ ઉતર્યા હતાં.

આ ત્રણેયએ મારી પાસે આવી ‘તું તારી પોલીસને બોલાવી લે, તું વારેઘડીએ પોલીસને અમારી બાતમી આપે છે' એમ કહી મને ગાળો દેવા માંડયા હતાં. આ પછી નિતીન અને દશરથે પેન્‍ટના નેફામાંથી છરી કાઢી હતી અને મને મારવા જતાં  હું દુર ખસી જતાં ડાબા હાથની કોણી અને પીઠ પાછળ છરકા થઇ ગયા હતાં. મને બીક લાગતાં દોડીને મારા ઘર અંદર જતો રહ્યો હતો અને ડેલી બંધ કરીદીધી હતી. આ વખતે આ ત્રણેયએ આજે તો બચી ગયો , હવે જો પોલીસને અમારી બાતમી દઇશ તો જાનથી મારી નાખંશુ તેવી ધમકી દઇ ભાગી ગયા હતાં. મને ઇજા થઇ હોઇ કુવાડવા આરોગ્‍ય કેન્‍દ્રમાં સારવાર લીધી હતી અને બાદમાં પોલીસને ાજણ કરી હતી. મારા પડોશી નિતીન અને દશરથ અમારા સગામાં પણ થાય છે. આ બંને ગુનાહિત પ્રવૃતિ કરતાં હોઇ અને હું તેની પોલીસને બાતમી આપુ છું તેવી શંકા હોઇ તેના કારણે મારા પર હુમલો કર્યો હતો. તેમ વધુમાં અશોકે કહેતાં હેડકોન્‍સ. પી. વી. રાઠોડે ગુનો નોંધ્‍યો હતો.

(3:58 PM IST)